March 11th 2022

સમયનો સહવાસ

કલ્પના કથાઓ – Mythologyમાં વીજ્ઞાન? – 'અભીવ્યક્તી'
.           .સમયનો સહવાસ

તાઃ૧૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા મળી જીવનમાં,જે પાવનરાહે દોરીજાય
નાકોઇ અપેક્ષા કે તકલીફ અડે દેહને,એ સમયસાથે લઈ જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
અનેકદેહથી જીવનુ આગમન,માનવદેહ એ પ્રભુ કૃપાએ મેળવાય
જીવને ગતજન્મના દેહના કર્મથી દેહ મળે,નાકોઇથી દુર રહેવાય
જગતમાં અનેકદેહનો સંબંધ,પ્રભુકૃપા નિરાધારદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં,સમયના સહવાસે પવિત્રજીવન જીવાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
માનવદેહને માબાપનોપ્રેમમળે,જે બાળપણજુવાનીઘડપણ દઈજાય
સમયની સાથે ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ પવિત્રજીવનજીવાય
મળેલદેહને શ્રધ્ધાથી ભગવાનની,ધુપદીપપ્રગટાવી ઘરમાં પુંજાકરાય
પવિત્રરાહે જીવનજીવતા દેહને,પ્રભુકૃપાએ સમયે મુક્તિ મળી જાય
....મળેલદેહને જીવનમાં પવિત્રકૃપા મળીજાય,એ પ્રભુનો પ્રેમ કહેવાય.
##########################################################