March 29th 2022
. .પ્રભુના આશિર્વાદ
તાઃ૨૯/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
જીવને જન્મમળતા અવનીપર દેહમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે જીવન મળેલદેહને કર્મનીરાહે જીવાય
પરમશક્તિશાળી પરમાત્મા અવનીપર,એ ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મીજાય
દુનીયામા ભારતદેશને પવિત્રકર્યો હિંન્દુધર્મથી,જે મળેલદેહથી પવિત્રકર્મકરાય
જીવને અવનીપર અનેકદેહથી જન્મમળે,માનવદેહને પ્રભુકૃપાનો અનુભવથાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
લાગણી માગણીનો સંબંધ માનવદેહને,જે જીવને મળે માનવદેહથી સમયેથાય
પાવનકૃપા મળે ભગવાનની દેહને,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
ઘરમાં ધુપદીપ કરીને પ્રભુની આરતી કરાય,સંગે પરમાત્માને વંદનપણ કરાય
મળે પ્રભુના આશિર્વાદ ભક્તને,જે જીવનમાં ભક્તિરાહે પવિત્રકૃપા આપીજાય
.....જગતમાં જીવને જન્મમરણથી દેહ મળે,માનવદેહ એ પ્રભુની કૃપા થઈ જાય.
################################################################