March 12th 2022
કૃપાળુ ભગવાન
તાઃ૧૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે જીવને સમયે જન્મમરણથી મુક્તિમળી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જન્મ લઈ ભુમી પવિત્ર કરી જાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા,એ શ્રધ્ધાથીજ જીવન જીવાડી જાય
અનેકદેહનો સંબંધછે જીવને અવનીપર,માનવદેહ મળતાજ પવિત્રરાહેજીવાય
કુદરતની પાવનકૃપા મળે માનવદેહને,જે મળેલદેહને સમય સાથે ચલાવીજાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
જગતમાં સમય ના કોઇથી છોડાય.પણ પ્રભુનીકૃપાએ સમયની સાથે ચલાય
મળેલદેહને ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજા કરાય,જે જીવનમાં સુખઆપીજાય
શ્રધ્ધારાખીનેજ ભગવાનની સેવા કરતા,જીવનમાં પવિત્રરાહેજ જીવન જીવાય
પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે અનેક પવિત્રદેહથી જીવને પ્રેરી જાય
.....પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી,દેવદેવીઓની પવિત્રરાહેજ પુંજા કરાય.
******************************************************************
March 12th 2022
. નિખાલસ પ્રેમમળે
તાઃ૧૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહપર પવિત્રકૃપા મળે,જે કલમનીકેડીને પકડાવી જાય
પવિત્રકૃપાળુ સરસ્વતીમાતા અવનીપર,એ પવિત્રપ્રેમથી લખાઈ જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
જગતમાં પાવનકૃપા મળે માતાની,જે શ્રધ્ધાથી કલમને પકડાઈ જાય
સમયની સાથે ચાલતા મળેલદેહપર,પાવનકૃપાથી મગજને પ્રેરણાથાય
જીવનમાં નાકોઇ આશા અપેક્ષા રહે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
નિખાલસ ભાવનાથી જીવન જીવતા,મળેલદેહને પાવનરાહ મળી જાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
શ્રધ્ધારાખીને કલમપકડતા જીવનમાં,માતાનીકૃપાએ પ્રેરણા મળતી જાય
અદભુતકૃપાળુ સરસ્વતીમાતા છે,જે માનવદેહને કલમની કૃપાકરી જાય
કલમની પવિત્રકૃપાએ થયેલ રચનાથી,મળેલદેહનુ સન્માન કરાવી જાય
એ પાવનરાહ મળી કલમની જીવનમાં,જે થયેલ રચનાને પ્રેમથી વંચાય
.....પવિત્ર નિખાલસ પ્રેમ મળે કલમપ્રેમીઓનો,એ પવિત્રરાહે જીવાડી જાય.
==============================================================