March 28th 2022

ભોલેનાથ ભગવાન

શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે  છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati 
.           ભોલેનાથ ભગવાન

તાઃ૨૮/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
જગતમાં પવિત્રધરતી ભારતની કરી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
પરમકૃપાળુ શકરભગવાન જન્મ્યા,એમને માતાપાર્વતીના પતિદેવથીય પુંજાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
અજબકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જટાથી ગંગાનદીને વહાવી જાય
જેમને સોમવારે શિવલીંગપર દુધ અર્ચનાકરી,ૐ નમઃશિવાયથી પુંજન કરાય
હિમાલયની પવિત્રપુત્રી પાર્વતીહતી,જે સમયે શંકરભગવાનની પત્નિથઈ જાય
પવિત્ર સંતાન થયા જે શ્રીગણેશ,કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથીઓળખાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી ભારતદેશથી,જે પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં જીવને મળેલમાનવદેહ,એ જીવના ગતજન્મના કર્મથીજ દેહમળી જાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથીપ્રભુનીપુંજાકરતા,ભગવાનની કૃપાનો અનુભવથાય
શંકરભગવાનને બમબમભોલે મહાદેવ,સંગે શીવભગવાનઅનેપાર્વતીપતિથીપુંજાય
 .....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ધુપદીપકરી શિવલીંગ પર અર્ચનાકરાય
શ્રધ્ધાભાવનાથી ઘરમાં શંકરભગવાનની પૂંજાકરતા,જીવનમાં પવિત્રકૃપામળીજાય
પવિત્રપુત્ર શ્રીગણેશ એ માનવદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા પણ કહેવાય
માનવદેહના જીવનમાં કોઇપણ પ્રસંગને ઉજવતા,શ્રીગણેશની પ્રથમ પુંજા કરાય
.....સમયે એપવિત્રપિતા શ્રીગણેશના થયા,જેમને ભાગ્યવિધાતા વિઘ્નહર્તાથી પુંજાય.  
ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ+++++ૐ