March 1st 2022

શ્રધ્ધાએ પ્રભુનીકૃપા

શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને  ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories
.         .શ્રધ્ધાએ પ્રભુનીકૃપા

તાઃ૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,માનવદેહપર પ્રભુની પાવનકૃપા થાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ,જે સમયે માનવદેહને સ્પર્શ આપીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
માનવદેહને સમયનો સાથ મળે,જે બાળપણજુવાની પછી ઘડપણ મળીજાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,જે માનવદેહને સમય સાથે લઈજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ સમયે શ્રધ્ધાપર કૃપા કરીજાય
માનવદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવનમાં પરમાત્માની પુંજા કરાવીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
પવિત્રરાહે ભક્તિ કરાય જે જીવને પાવનરાહે લઈજાય,ના અપેક્ષા અડીજાય
મળેલદેહથી સમયે પરમાત્માની પુંજા કરાય,જે પાવનરાહ જીવને આપી જાય
હિન્દુધર્મની પ્રવિત્રજ્યોત પ્રગટીભારતથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
=================================================================
March 1st 2022

મહા શિવરાત્રી

 Album No. - 199 | Lord shiva painting, Lord shiva family, Shiva lord  wallpapers
.      ૐ  .મહા શિવરાત્રી  ૐ 

તાઃ૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગ ઉજવાય
હિદુધર્મમાં શંકર ભગવાનને મહાશિવરાત્રીએ,ધુપદીપકરીને ઘરમાં વંદનકરાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
શિવભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાય
પાવનરાહમળે માનવદેહને જીવનમાં,એમાતાપાર્વતીની કૃપાએ ભજનભક્તિથાય
પવિત્રનામ છે ભગવાનના જે ભોલેનાથ,મહાદેવ શિવશંકરભગવાનથીઓળખાય
પવિત્રતહેવાર આજે મહાશિવરાત્રીનોજ છે,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
પવિત્રભગવાન શિવનોપરિવાર છે હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પ્રથમસંતાન શ્રીગણેશથયા,જે માનવદેહના ભાગ્યવિધાતાસંગે વિઘ્નહર્તાથીપુંજાય
બીજાસંતાન એ કાર્તિકેય કહેવાય,અને ત્રીજી દીકરી અશોકસુંદરીથી ઓળખાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનના શિવલીંગપર,દુધઅર્ચનાકરી ૐનમઃશિવાયથીપુંજાય 
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
========================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ