March 1st 2022

મહા શિવરાત્રી

 Album No. - 199 | Lord shiva painting, Lord shiva family, Shiva lord  wallpapers
.      ૐ  .મહા શિવરાત્રી  ૐ 

તાઃ૧/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગ ઉજવાય
હિદુધર્મમાં શંકર ભગવાનને મહાશિવરાત્રીએ,ધુપદીપકરીને ઘરમાં વંદનકરાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
શિવભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાય
પાવનરાહમળે માનવદેહને જીવનમાં,એમાતાપાર્વતીની કૃપાએ ભજનભક્તિથાય
પવિત્રનામ છે ભગવાનના જે ભોલેનાથ,મહાદેવ શિવશંકરભગવાનથીઓળખાય
પવિત્રતહેવાર આજે મહાશિવરાત્રીનોજ છે,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
પવિત્રભગવાન શિવનોપરિવાર છે હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પ્રથમસંતાન શ્રીગણેશથયા,જે માનવદેહના ભાગ્યવિધાતાસંગે વિઘ્નહર્તાથીપુંજાય
બીજાસંતાન એ કાર્તિકેય કહેવાય,અને ત્રીજી દીકરી અશોકસુંદરીથી ઓળખાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનના શિવલીંગપર,દુધઅર્ચનાકરી ૐનમઃશિવાયથીપુંજાય 
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
========================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment