March 24th 2022

કૃપાળુ સાંઇબાબા

 15 | એપ્રિલ | 2021 | પ્રદીપની કલમે
            કૃપાળુ સાંઇબાબા

તાઃ૨૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા ભારતમાં,જે પવિત્ર ભક્તિરાહ આપી જાય
મળેલ માનવદેહને નાઅલ્લાઇશ્વરથી દુરરહેવાય,કે નાધર્મથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
જીવને થયેલકર્મથી અવનીપર માનવદેહ મળે,જે દેહને સમયસાથે લઈજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનુ આગમન દેહથીથાય,નાકોઇથી દુરરહેવાય
ભારતદેશમાં ભગવાન અનેકદેહથી જન્મલઈ,માનવદેહને ભક્તિ આપી જાય
મળેલદેહને નાકોઇ ધર્મનો સંબંધ અડે,જે દેહને હિંદુમુસ્લીમથી બચાવીજાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
ભક્તિ ધર્મમાં કૃપાળુ સંત સાંઇબાબા થયા,જે માનવદેહને પ્રેરણાકરી જાય
જીવને અવનીપર આગમનવિદાયનો સંબંધ,એ સમયે જન્મમરણથીમેળવાય
સાંઇબાબાએ માનવદેહને પ્રેરણાજ કરી,જીવનમાં નાધર્મકર્મથી દુર રહેવાય
શ્રધ્ધાથી અલ્લાઇશ્વરને વંદના કરી,નાશ્રધ્ધાસબુરીથી દેહથી અલગ રહેવાય
....એ સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,કે પરમાત્માનુ શ્રધ્ધા સબુરીથીજ પુંજન કરાય.
=================================================================

	
March 24th 2022

ભક્તિનો સંગાથ

 Swaminarayan Vadtal Gadi - Home | Facebook
.            ભક્તિનો સંગાથ

તાઃ૨૪/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ           

મળેલ માનવદેહને સ્વામીનારાયણ ભગવાનની,જીવનમાં કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને ભજન કરતા જીવને,પ્રભુની ભક્તિનો સંગાથ મળી જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે જીવનજીવવા વડતાલના મંદીરમાં,ભજન સંગેજ ભક્તિ કરાય
સ્વામીનારાયણ ભગવાનના આશિર્વાદમળે,જે ભક્તોને પ્રેરણાઆપીજાય
શ્રધ્ધાથી ધુપદીપ કરીને આરતી કરતા,ભક્તોપર પ્રભુની કૃપા થઈ જાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
જય શ્રી સ્વામીનારાયણ જય શ્રી સ્વામીનારાયંણથી,મંદીરમા ધુન કરાય
ભગવાનની પવિત્રકૃપા વડતાલથીઆવીને મળે,એ પવિત્રભક્તિ આપીજાય
શ્રધ્ધાળુ ભક્તોની પવિત્રપ્રેરણા મળે,જે વડતાલધામનુ મંદીર બનાવી જાય
એ પરમકૃપા ભગવાનની પવિત્રભક્તોપર,એ સમયસાથે ચાલતા અનુભવાય
.....એ કૃપા વડતાલથી આચાર્ય મહારાજની,જે હ્યુસ્ટનના ભક્તોને મળી જાય.
################################################################