May 4th 2010

પક્ષીની આંખે

                       પક્ષીની આંખે

તાઃ૪/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉડી ગગનમાં વિચરણ કરે,ને કરે માળામાં લહેર
પાંખ પ્રસારી ભ્રમણકરે,ને જુએ આંખથી આમહેર
                 …………ઉડી ગગનમાં વિચરણ કરે.
નીચે આવી ચણ ચણે.જ્યાં વેરે પ્રેમથી ચણાદાળ
ભડકરાખે માનવીની,જે અચાનક પીંજરે પુર જાય
મુકે દાણા અન્નનાનીચે,ને રાખે પાણીની પણપોળ
સમજે માનવી એમ,કે ના પક્ષીમાં બુધ્ધિની છોળ
                   ……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માળોબનાવે લાકડાનીડાળનો,જ્યાં રાત્રીનો વિસામ
સવાર પડતાં ઉડીજવું ત્યાં,મળે જ્યાં દાણાની મહેર
અહીંયાં ઘરલાકડાના માનવીના,ના ઉડવાની લકીર
પડે ઝાપટ જ્યાં કુદરતની,ના છટકવાની કોઇ રીત
                     ……….ઉડી ગગનમાં વિચરણ કરે.
માનવ જીવન વ્યર્થ બને,જ્યાં ના કુદરતની આંખ
પક્ષીની જીંદગી ન્યારી,જે સગી આંખે જોઇ જીવાય
બચી જવાની અનેકરીતો,ના માનવીમાંદેખાય એક
ઉડીજાય જ્યાં તકલીફજુએ,માનવી લબડીજાય છેક
                      ……….ઉડી ગગનમાં વિચરણ કરે.

++++++++++++++++++++++++++++++++++++

May 4th 2010

ઘડપણ

                             ઘડપણ

તાઃ૪/૫/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દાંત મારા દુઃખનો દરીયો,ને કાન સરોવર કહેવાય
આંખ મારી અંધારો દીવો,ને લાકડીનો ટેકો લેવાય
                    ……….દાંત મારા દુઃખનો દરીયો.
બાળપણ તો ખુબ વ્હાલુ લાગે,ખોળે ખોળે જ ઘુમાય
પાણી પાણીનું વિચારતાં,મને માનુ દુઘ મળી જાય
ખાવાનીનારા જોવાની,મોંમાં ટોટી સતત સરી જાય
આંખમાં આંસુ ના આવે,માટે ઘોડીયામાં હીંચોળાય
                   ………..દાંત મારા દુઃખનો દરીયો.
આવી ક્યાં જુવાની દેહને,સધળા ટેકાઓ છુટી જાય
મહેનતકરી ભણતર મેળવવા,પાટીપેન સંગ રખાય
શીખવા થોડો પ્રયત્ન કરતો,ત્યાં બૈડે જવાનીદેખાય
પેટ પાળવા હાથ ચલાવું,ત્યાં તનમને મહેનતથાય
                      ………દાંત મારા દુઃખનો દરીયો.
જુવાનીની ઝંઝટથી છુટવા,કરતો રાતદીન હું વિચાર
વિચારકરતાં સમયવહ્યો,ત્યાંઆવી ઘડપણની પોકાર
લઘરવઘર આ જીવનનૈયાને,માગવા પડતાંસહવાસ
ઘડપણની કેડીમળી,ત્યાં જીવનમાં થઇગયો નિરાધાર
                      ………..દાંત મારા દુઃખનો દરીયો.

================================

May 4th 2010

પ્રભુની ઓળખ

                        પ્રભુની ઓળખ

તાઃ૪/૫/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇથી આંગળી ચીંધાય,કે ના કોઇથી એ દેખાય
સૄષ્ટિના કર્તાની અજબલીલા,જે કૃપા થકી મેળવાય
                         …………ના કોઇથી આંગળી ચીંધાય.
અવનીપર આવેલ આ દેહને,કર્મ જન્મનો છે હિસાબ
કેવો,ક્યાંથી આવ્યોજીવ,એતો તેના વર્તનથી દેખાય
પરમાત્માની આઅકળલીલા,ના કપડાંથી ઓળખાય
સાર્થકજીવન કરવા જીવથી,સાચી માનવતા વર્તાય             
                          …………ના કોઇથી આંગળી ચીંધાય.
લાકડી ટેકો મળતાં દેહને,ચાલવાનું સરળ થઇ જાય
ભક્તિકેરા ટેકાથી જીવ જગે,પવિત્ર કર્મ કરતો જાય
માળા એ સહવાસબને,ને પુંજન અર્ચન એ સથવાર
સાથે આવેએ જીવની જગે,જ્યાં પ્રભુની ઓળખ થાય
                            ………..ના કોઇથી આંગળી ચીંધાય.

————————————————

May 4th 2010

ભક્તિનું પરિણામ

                         ભક્તિનું પરિણામ

તાઃ૪/૫/૨૦૧૦                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિ એ તો બારણુ છે,ને પુંજન તો  છે સોપાન
જન્મ મળતા જીવને જગમાં.મળી જાય સથવાર
                                 …………ભક્તિ એ તો બારણુ છે.
સાર્થક જીવનનો સંકેતમળે,જ્યાં મળી જાય કરતાર
ડગલે પગલે સ્મરણરહે,ને ત્યાં પ્રભુ ભક્તિ સહવાય
મનને શાંન્તી આવી મળે,જ્યાં કીર્તન અર્ચન થાય
દેહને મળતી વ્યાધી ટળે,ને આ જન્મ સાર્થક થાય
                                 ………..ભક્તિ એ તો બારણુ છે.
કુદરતની આ કરુણા ન્યારી,જે માનવદેહે જ લેવાય
ક્યાંથી મળશે તે સૌ જાણે,ક્યારે મળશે તે ના જાણે
અબજલીલા આઅવિનાશીની,જે ભક્તિએ મેળવાય
ના આવે વ્યાધી આ બારણે,ને તકલીફો ભાગી જાય 
                                   ………..ભક્તિ એ તો બારણુ છે.

==============================

May 3rd 2010

ગુ.સા.સરીતાના સોપાન

                                 ગુ.સા.સરીતાના સોપાન
                                           મારી દ્રષ્ટિએ
૩/૫/૨૦૧૦                                                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતી સાહિત્ય  સરીતા,હ્યુસ્ટનને આદર મળવાના દસ સોપાન

ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ રાખવાનો સંયુક્ત પ્રયત્ન છે.
રૂર જણાય ત્યાં એક્ત્રીત થઇને ભાષાનો આનંદ માણવાનો અથાગ પ્રયત્ન કરતા રહેવું.
રાખી ભાષા પ્રેમ જગતમાં ગુજરાતી હોવાનું અને ગુજરાતી ભાષાના ચાહક થઇ ઉત્તમ રીતે આવકારવાની ટેવ રાખનારનુ સન્માન કરવું.
તીરની  જેમ એક જ નિશાન છે કે ગુજરાતી ભાષાને જગતમાં ઉત્તમ  સ્થાન આપવું.

સાચો પ્રેમ અને સહવાસ મેળવી ગુજરાતનુ ગૌરવ વધારવું.
હિમાલય પર્વત અને સમુદ્રની વચ્ચે ગુજરાતી ભાષાને જ વહેવડાવી અને તેનો આનંદ અનુભવવો.
ત્યજી દેવા મોહમાયા ને અભિમાન,ફક્ત પ્રયત્ન કરવો કે હું ગુજરાતી ને મારી ભાષા
     ગુજરાતી જેનું મને ગૌરવ છે.

હનશક્તિ અને નિખાલસતા હંમેશાં સાથે રાખતાં મોહમાયા ભાગી જાય તેવો પ્રયત્ન.
રીધ્ધી સિધ્ધી દેવની જ્યાં કૃપા હોય ત્યાં સદા ગુજરાતી હોય તેવી પવિત્ર ભાવના.
તાલીઓના ગડગડાટમાં જે આનંદ છે તેજ આનંદ ગુજરાતી ભાષા અને ગુજરાતી રહેવામાં છે.

==================================================

May 3rd 2010

દુધથી પુંજન

                          દુધથી પુંજન

તાઃ૩/૫/૨૦૧૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સોમવારની શીતળ સવારે,કોમળતા જ સહેવાય
શીવજીનું સ્મરણ કરતાં હૈયે,આનંદ આનંદ થાય
                   ………..સોમવારની શીતળ સવારે.
નમઃશિવાયની લગનીલાગે,સ્નેહથી શબ્દો બોલાય
દુધ અર્ચન શીવલીંગે કરતાં,જન્મ સફળ થઇ જાય
મા ગૌરીનીકૃપા મળેજ્યાં,ત્યાં શીવજી પણ હરખાય
મળેઆશીશ ગણપતીની,જ્યાંપ્રેમે માબાપને પુંજાય
                      ………સોમવારની શીતળ સવારે.
પુંજન મારી પ્રકૃતિ છે,ને અર્ચન મારી છે એક ટેવ
સત્કર્મોને સંભાળી ચાલતાં,પ્રભુપ્રેમ સૌમાં મળે છેક
જોઇ મારો પ્રેમ ભક્તિનો,રમા,રવિ પણ ભળી જાય
શાંન્તિ આવે પુંજન સંગે, જે પાવન કર્મ કરી જાય
                     ………સોમવારની શીતળ સવારે.
શીતળ સવાર સોમવારની,જ્યાં મહાદેવ મળી જાય
સ્મરણથી સહવાસમળે,ને પુંજને જીવનઉજ્વળ થાય
ના કામના કે અપેક્ષા રહે,જ્યાં પ્રભુ સઘળુ દઇ જાય
સફળ જન્મના એ છે દાતાર,ને છે જગના સર્જનહાર
                        ………સોમવારની શીતળ સવારે.

=================================

May 2nd 2010

Never Happen

                          Never Happen

 Dt.2/5/2010                      Pradip  Brahmbhatt

If  you work hard,You will achieve your goal
If  you miss a chance,you have sorry to say

It you love by heart,you will be happy in life
If you pray every day,God’s grace every time

Life is little on the earth,try to make it worth
Once you get a chance,you can get worm life

Love looks small,but it will make you life long
It will never happen,if you miss the human life

Never say sorry,or never think you are wrong
keep the faith in God,you will not remain long.

If  you love  little  kids,god will love you in life
Bad things will never happen in your happy life

=================================

May 2nd 2010

આંગળીનો અણસાર

                    આંગળીનો અણસાર

તાઃ૨/૫/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક આંગળી કરતાં કોઇને,સમજવામાં જ છે સાર
ત્રણ પોતાની તરફ,એ વિચારે એજ છે સમજદાર
                    ……… એક આંગળી કરતાં કોઇને.
સારું કામ કરવું જીવનમાં,એ છે સંસ્કારનો પ્રભાવ
આંગળી કોઇને ના ચીંધાય,એ છે પુણ્યનો પ્રતાપ
                    ……….એક આંગળી કરતાં કોઇને.
સમજ સાચી આવે જીવે,ત્યાં પરમાત્માય હરખાય
ના મિથ્યા જીવનથાય,જ્યાંપ્રેમે જલાસાંઇ ભજાય
                     ……….એક આંગળી કરતાં કોઇને.
કર્મ જીવના જ  બંધન છે,જે તન જગે દઇને જાય
વાણી વર્તન સેવા ભક્તિ,સત્કર્મથી સહેવાઇ જાય
                     ……….એક આંગળી કરતાં કોઇને.
મારાની મમતા રાખતા જગમાં,દેહ જકડાઇ જાય
વ્યાધીબારણું ખોલીજાય,ત્યાં જીવન વેડફાઇ જાય
                     ………. એક આંગળી કરતાં કોઇને.
આંગળીદીધી પરમાત્માએ,જેનાથી પુંજનઅર્ચનથાય
જીવને મળી જાય શાંન્તિ,ત્યાં જન્મ મરણ છુટી જાય
                      ……….એક આંગળી કરતાં કોઇને.

+++++++++++++++++++++++++++++++++

May 1st 2010

૧ લી મે,ગુજરાતની

               ૧ લી મે,ગુજરાતની

તાઃ૧/૫/૨૦૦૯-૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુજરાતની ગરવી ગાથામાં, ઉજ્વળ થયા જે નામ
લાગણીપ્રેમ ને સ્નેહમેળવી,જગેઉજ્વળ તેમનાકામ
                            …….ગુજરાતની ગરવી ગાથામાં.
બાપુ ગાંધી લઇને આવ્યા,દેશ સ્વતંત્રતાનો પૈગામ
ભારતદેશની શાનમાં,મુકીગયા મહાત્માગાંધી નામ
વલ્લભભાઇની સાચી રાહે,ચાલીરહ્યા સૌ સંગાથીથઇ
આઝાદીની અનોખી શાનમાં,બની ગયા એ નેતાજી
                            …….ગુજરાતની ગરવી ગાથામાં.
કસ્તુરબાએ સાથ દીધો,ને દ્વારકાધીસની મળી કૃપા
નરસૈયાની કલમ નિરાળી,ભક્તિનીમળી ગઇ વાણી
શૌર્યકથાઓ મેધાણીની,હિંમત ગુજરાતીમાંછે આણી
હિન્દુ મુસ્લીમ મળી ગયાં,ત્યાં દેશને આવી આઝાદી
                               …….ગુજરાતની ગરવી ગાથામાં.
તીર મારેએ હોય ગુજરાતી,વીર હોય તે પણ ગુજરાતી
સમજીચાલે એગુજરાતી,ને જગમાં પ્રસરેલછે ગુજરાતી
મનથીમહેનત તનનીસાથે,ના ભુખ્યોરહે કોઇ ગુજરાતી
શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મળે તમને જગમાં ગુજરાતી
                              …….ગુજરાતની ગરવી ગાથામાં.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

« Previous Page