May 29th 2021

. .પ્રેમ પકડવા
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલમાનવદેહ પર પાવનકૃપા પ્રભુની,મળેલ દેહને કર્મથી દેખાય
સત્કર્મનો સાથમળે દેહને,જે શ્રધ્ધાથી પુંજાકરતા પ્રેમ પકડઈ જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની,જીવને મળેલ દેહના કર્મથી સમજાય
પાવનરાહે જીવનજીવતા જીવનમાં,નાકોઇ આફત તકલીફ અડી જાય
મળેલ માનવદેહને સમજણનો સાથમળે,જે દેહને સત્કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમનો સાથ મળે માનવીને,જ્યાં ધુપદીપથી ઘરમાં પુંજન કરાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
ના મોહમાયાકે માગણી જીવનમાં રખાય,એ પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મે થયેલકર્મથી દેહમળે,જે પ્રાણીપશુજાનવર માનવીથી મળી જાય
મળેલ માનવદેહને પાવનકર્મ પકડીજીવતા,દેહથીપ્રભુનો પ્રેમ પકડાઈજાય
એ પવિત્રલીલા પરમાત્માની દુનીયામાં,ભારતમાં જન્મ લઈને જીવી જાય
....એજ પરમાત્માની દેહપર કૃપાજ કહેવાય,જે દેહને સમયસંગે લઈ જાય.
*********************************************************
May 29th 2021
. .પવિત્ર ભક્ત
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામનામની માળા જપતા જીવનમાં,ભક્ત હનુમાનની કૃપા મળી જાય
અજબ શક્તિશાળી પવિત્રભક્ત હતા એ,જે શ્રીરામને મદદ કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
પરમાત્મા એ લીધેલદેહ શ્રીરામથી અયોધ્યામાં,પત્નિ સીતાજી કહેવાય
સમયની સાથે ચાલતા શ્રીરામઅને સીતાજી,જંગલમાં જીવનજીવી જાય
લંકાના રાજા રાવણને કુદરતની પ્રેરણાથઈ,સીતાજીને એ ઉઠાવી જાય
શ્રીરામને જીવનમાં ના કોઇસંકેત મળ્યો,ના પત્નિ સીતાને શોધી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
શ્રીરામને પવિત્રભક્ત હનુમાન,એ ઉડીને ભાઈમાટે સંજીવની લાવીજાય
બેહોશ થયેલ રામનાભાઈ લક્ષ્મણને,સંજીવનીથી હનુમાન બચાવી જાય
આકાશમાં ઉડીને શોધતા સીતાજીને શોધી,શ્રીરામલક્ષ્મણને કહી જાય
સીતાજી માટે રામલક્ષ્મણ સહિતઆવી,લંકામાં રાવણનુ દહન કરી જાય
....પવિત્રદેહ લીધો માતા અંજનીથી,જે જગતમાં પવનદેવના પુત્ર પણ કહેવાય.
##############################################################
May 29th 2021
##
##
. .મહાવીર
તાઃ૨૯/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બજરંગબલી એ મહાવીર,જે માતા અંજનીના લાડલા દીકરા કહેવાય
અજબશક્તિશાળી ભક્તથયા ભારતમાં,જેને હનુમાનજીથી ઓળખાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
મળેલદેહને પવિત્રકૃપા મળે શ્રીરામની,જે આકાશમાં ઉડતાથી દેખાય
પવિત્રકર્મથી સંજીવની લાવીજાય,જે લક્ષ્મણને બેહોશીથી બચાવીજાય
શ્રીરામની કૃપા મળી જે ભાઈ માટે,ઉડીને હનુમાન પર્વત લાવી જાય
પરમાત્માની પાવનકૃપાએ જગતમાં,એ મહાવીર બજરંગબલી કહેવાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
પવનપુત્ર હનુમાન એ પવિત્રરાહે ભક્તિ કરતા,શ્રી રામના વ્હાલા થાય
પરમ શક્તિશાળી થયા જીવનમાં,જ્યાં સીતાજીને શોધવા ઉડીને જાય
લંકાના જંગલમાં શોધતામળ્યા,જ્યાં શ્રીરામ,લક્ષ્મણને લઈને આવીજાય
પવિત્રરાહે કર્મકરતા રાજારાવણને મારી,લંકામાં દહનથી સળગાવી જાય
....જગતમાં પવિત્રસંતાન પવનદેવથી થયા,જે માતા અંજનીનો પ્રેમ કહેવાય.
*************************************************************