August 15th 2021

પવિત્રપ્રેમની સાંકળ

##do-this-on-sunday-this-special-remedy-no-deficiency##
.         .પવિત્રપ્રેમની સાંકળ

તાઃ૧૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,અનેકકર્મની રાહ મળી જાય
કુદરતની આ લીલા છે ન્યારી અવનીપર,જે શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાવી જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવનુ આગમનવિદાય અવનીપર દેહથી,જે સમયની સાંકળથી મળતી જાય
પાવનરાહે જીવન જીવવા જીવનમાં,પરમાત્માનાદેહને વંદનકરીને પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવના મળેલદેહને,જે પ્રાણીપશુજાનવરથીય ઓળખાય
માનવદેહ એ જીવના ગતજન્મના,અવનીપરના થયેલકર્મથી દેહ મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવને જન્મમળતા કર્મનોસંબંધ મળે,જે જીવનમાં અનેકસંબંધીઓથી મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતા,પ્રભુકૃપા થતા જીવને શ્રધ્ધાથી જીવનજીવાય
પરમાત્માપર શ્રધ્ધારાખવા પ્રેરણામળે,જે પવિત્રભુમી ભારતમાં જન્મથી મેળવાય
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
##################################################################


 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment