September 15th 2021

પવિત્ર ભક્તિજ્યોત

**હરસિદ્ધિમાતાનું ચમત્કારી મંદિર, જ્યાં બે હજાર વર્ષથી પ્રગટી રહી છે અખંડ  જ્યોત… વાંચો ક્યાં સ્થિત છે! - Gujju Kathiyawadi | GujjuKathiyawadi.com**

.          પવિત્ર ભક્તિજ્યોત 

તાઃ૧૫/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીને જીવન જીવાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લઈ,ભારતની ધરતી પવિત્રકરી જાય
દેવ અને દેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રરાહે જીવન જીવાડીજાય
માતાના પવિત્રદેહથી આવીને,ભક્તોને એઘરમાં ધુપદીપથી પ્રેરી જાય
પવિત્ર નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,માતાના અનેકદેહને પુંજાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
જીવનમાં માનવદેહને સમય સાચવીને ચાલતા,ના કોઇ તકલીફ થાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે,જીવને ગતજન્મના કર્મથી દેહમેળવાય
આદભુત કૃપાળુ પરમાત્માના દેહ છે,જે માનવજીવનમાં કૃપા મળીજાય
જગતમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
##########################################################
         

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment