March 15th 2022

. .ભજન પછી ભક્તિ
તાઃ૧૫/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
ભારતદેશને પરમાત્માએ પવિત્રકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
જીવનુ અનેકદેહથી આગમન અવનીપર,માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય
નિરાધારદેહમળે જીવને જે પ્રાણીપશુજાનવર,સંગે પક્ષીથી સમયે મળતોજાય
નાકોઇ જીવનીતાકાત જગતમાં,જે જીવનેમળતાદેહને જન્મમરણથીછોડીજાય
સમયે જીવને મળેલમાનવદેહ પર,ભગવાનની કૃપામળે જ્યાં પ્રભુનીપૂંજાથાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
પ્રેરણામળે પરમાત્માની દેહને,જે શ્રધ્ધાથી ધુપદીપથી પુંજાનીપ્રેરણા કરીજાય
મળેલદેહને જીવનમાં સમયસાથે ચાલવા,દીવસની સવાર પડતા વંદન કરાય
અવનીપર જીવનમાં દેહને સવારસાંજ મળી જાય,એ પ્રભુની કૃપાજ કહેવાય
જીવનમાં ભજનસગે પ્રભુનીભક્તિકરાય,એજીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
....અનેકદેહથી ભગવાને જન્મ લીધો,જે મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
==================================================================
No comments yet.