March 2nd 2022

કર્મની પવિત્રરાહ

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
.          કર્મની પવિત્રરાહ

તાઃ૨/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતપર પવિત્રકૃપા છે પરમાત્માની,જે મળેલ માનવદેહને સમજાય
ના આશા અપેક્ષાનો કોઇ સાથમળે,એજ પાવનરાહે દેહને લઈજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
પ્રભુકૃપાએ જીવને સમયેમાનવદેહ મળે,જેદેહને પવિત્રરાહ આપીજાય
જીવને અવનીપરનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપર પરમાત્માની પવિત્ર કૃપાએ,જીવને અનેકદેહથી સંબંધ થાય
જીવને પ્રાણીપશુજાનવરસંગે પક્ષી,અને પ્રભુકૃપાએ માનવદેહમળીજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
સમય સમજીને ચાલતા માનવદેહથી,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ રાહમળે,જે શ્રધ્ધાથી પુંજન કરાવી જાય
ભારતદેશમાં જન્મલઈ પ્રભુએ હિંદુધર્મની,જ્યોત પ્રગટાવી કૃપા કરીજાય
મળેલમાનવદેહને ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રાર્થનાકરી વંદનથી નમનકરાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment