May 18th 2010

બારણે ટકોરા

                       બારણે ટકોરા

તાઃ૧૮/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ માયા ને મમતા મુકતાં,પ્રભુ ભજન થઇ જાય
ઉજ્વળતાના સોપાને જીવનો,જન્મ સફળકરી જાય
                           ………મોહ માયા ને મમતા મુકતાં.
મોહ આવી ઉભો બારણે,ખોલવા આ કળીયુગના દ્વાર
ચારે દીશાએથી તૈયાર છે એ,લઇ સાંકળનો સથવાર
પકડાઇગઇ જો પળજીવનની,ઝેર પ્રસરીજાય તત્કાળ
અમૃત જેવું જીવન જગતમાં,એકપળમાં વેડફાઇ જાય
                             ……….મોહ માયા ને મમતા મુકતાં.
માયાનાબંધન નિરાળા,જ્યાં સમજીપારખીનેજ ચલાય
પ્રેમમળે જગતમાંસૌનો,ને જીવનપણ ઉજ્વળ કરીજાય
સંતાને સહવાસ માબાપથી,ને આશીર્વાદની વર્ષાથાય
પરમાત્માનો પ્રેમમળે,જ્યાં આશીશમનથી દેવાઇ જાય 
                              ……….મોહ માયા ને મમતા મુકતાં.
દેહને માયા સંસારની મળે,પણ કયા જીવની છે જોવાય
મળે માયા પ્રભુની,તો સાચા સંતની ભક્તિને અનુસરાય
કર્મના બંધન જગે સહુને સ્પર્શે,ના મુક્તિ કોઇથી લેવાય
કૃપા મળે જલાસાંઇની જીવપર,જ્યાં મોહમાયા છુટીજાય
                                ………મોહ માયા ને મમતા મુકતાં.
મમતા એછે અંતરનો પ્રેમ,ના કોઇથી એ જગમાં જોવાય
આંખો ભીની થતી જાય,જ્યાં હૈયાથી સ્નેહ ઉભરાતો જાય
માની મમતા ઉજ્વળતાદે,ને જગની મમતા દે અભિમાન
સરળતાનો સહવાસ જ જગમાં,ખોલી જાય જીવનના નૈન
                               ……….મોહ માયા ને મમતા મુકતાં.
નશ્વર દેહનો અંત આવતાં,જીવને બારણે ટકોરા સંભળાય
જલાસાંઇનું  શરણુ જ્યાં જીવનુ,ત્યાં પરમાત્માય હરખાય
ધરતી પરના બંધન છોડતાં,જીવને પ્રભુ કૃપા મળી જાય
ભુતપલીત ભાગે ત્યાંથી,જ્યાં જીવનોજન્મસફળ થઇજાય
                                 ……….મોહ માયા ને મમતા મુકતાં.

+++++++++++++++++++++++++++++++++=

May 17th 2010

સરળ સ્નેહ

                        સરળ સ્નેહ

તાઃ૧૬/૫/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સપ્તરંગી આ દુનીયામાં ભઇ,અજબ ગજબના વ્હેણ
સમજ નાઆવે આમાનવીને,ક્યારે સાપ મારશે ફેણ
                        ………સપ્તરંગી આ દુનીયામાં.
સાથેચાલે સહયાત્રી બની,સહારો સૌથીવધુ લઇજાય
મનમાં એમકે માનવતાએ,જીવને સથવારોજ દેવાય
કળીયુગની આ કામણ લીલા,તમને એ ના સમજાય
ભોળપણની આસરળતા છે,જે સ્નેહથીજ અપાઇ જાય
                          ………સપ્તરંગી આ દુનીયામાં.
દાણા નાખેલ ચબુતરે,જે પક્ષીને સરળ સ્નેહ દેખાય
આવે પ્રેમથી ચણીય જાય,ત્યાં પકડી પિંજરે પુરાય
માનવતાના સહવાસમાં,મળી જાય નિસ્વાર્થી પ્રેમ
શ્રધ્ધા ભક્તિના સહવાસે,સ્નેહે જન્મસફળ થઇજાય
                       ………..સપ્તરંગી આ દુનીયામાં.
કળીયુગના આ વાવડમાં,ના કોઇથી કાંઇ પરખાય
દેખાવની આદુનીયા એવી,સમય આવે ઓળખાય
પિતા પુત્રની પ્રીત આઘી,જ્યાં સ્વાર્થજ જકડી જાય
સહવાસ રાખતાં ભક્તિનો,જીવની ઝંઝટ ટળીજાય
                        ………..સપ્તરંગી આ દુનીયામાં.

——————————————————-

May 16th 2010

મોહ માયા

                     મોહ માયા

તાઃ૧૬/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ મને ભઇ પરમાત્માથી,ને માયા તો છે ભક્તિથી
માનવી જીવન સરળચાલે,ને કળીયુગે શાંન્તિ લીધી
                           …..મોહ મને ભઇ પરમાત્માથી.
સવાર સાંજનો સંયમ રાખી,જગમાં હું પ્રેમે જીવી લઉ
આદી અંતનો ધ્યાન રાખીને,પરમાત્માને હું ભજી લઉ
કરુણાસાગરની કૃપા પામવા,જલાસાંઇનું હું શરણું લઉ
ભક્તિ સાચી દીઠી જગતમાં,ના કોઇની સલાહ હું લઉ
                          …….મોહ મને ભઇ પરમાત્માથી.
કળીયુગી સંતની લીલા ન્યારી,જે લાભદાયી જ દેખાય
પાશેર પાણી પામવા જગમાં,કુવો ખોડવાને લઇ જાય
શ્રધ્ધાનો સહારોલેતાં આ યુગમાં,સુખદુઃખ આવી જાય
માયારાખતા ભક્તિનીમનથી,વ્યાધીઓ સૌ ભાગીજાય
                         …….મોહ મને ભઇ પરમાત્માથી.

**********************************

May 15th 2010

ગર્જના

                       ગર્જના

તાઃ૧૫/૫/૨૦૧૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભીતી અનોખી જગમાં ભાસે,ના કોઇથી રોકાય
સર્જનહારની અનોખી દ્રષ્ટિ,જે ગર્જનાએ દેખાય
                            ………..ભીતી અનોખી જગમાં.
ગર્જના સાંભળી સાવજની,જંગલમાં હલચલ થાય
પ્રાણી પશુ કે માનવી,બચવાકાજે ભાગંભાગ થાય
સૃષ્ટિનુ સર્જન જંગલમાં,સિંહની ગર્જના એ દેખાય
સમયને પારખી સંતાઇજતાં,દેહને બચાવી લેવાય
                              ……….ભીતી અનોખી જગમાં.
મેઘગર્જના સાંભળતા અહીયાં,બારણુ ઘરનું ખોલાય
ના આરો કે ઓવારો મળતાં,ટીવીનેજ તાકી રહેવાય
કાલાભમ્મર વાદળજોતાં,અહીંયાં ખુલ્લઈ ચાલીજાય
દીવસે અંધારુજોતાં,દેખાવની દુનીયા સમેટાઇ જાય
                              ………..ભીતી અનોખી જગમાં.
માનવ જીવન સંતોષ પામવા,આનંદે ખુબજ હરખાય
મેઘગર્જના સાંભળતા ખેડુતો,હળ સાથે ખેતરમાં જાય
મલકમાં મારા મેધગર્જના,એ દેહનેઅમૃત આપી જાય
અન્નની કૃપા પામવા ખેતરથી,પ્રભુ મેધવર્ષા કરીજાય
                                 ………ભીતી અનોખી જગમાં.

+++++++++++++++++++++++++++++++

May 14th 2010

દુશ્મન

                        દુશ્મન

તાઃ૧૪/૫/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની લીલા જગે એવી,જે બુધ્ધિથી જ સમજાય
અકળવાણીને પારખી લેવી,નહીં તો દુશ્મન ફાવી જાય
                             ……..સર્જનહારની લીલા જગે એવી.
મારું મારું સમજ રાખતાં,કળીયુગમાં જીવન ના જીવાય
સરળ સ્વભાવ રાખી જીવતાં,ઘણીજ તકલીફો મેળવાય
એક કામની સરળતા મળતાં, બીજા અનેક છે અકળાય
વણ માગેલી તકલીફો લઇને,દુશ્મન સામેજ આવીજાય
                            ……..સર્જનહારની લીલા જગે એવી.
તનથી ટેકો લઇને ચાલતાં,ડગમગ ચાલી પણ જવાય
સોટીનો સહારો મળતો રહે,જ્યાં સુધી ના તુટીએ જાય
મિથ્યા મોહ જીવનના શોધતાં,દેહને વ્યાધીઓ દેખાય
સરળ જીવન જ્યાં પામીએ,ત્યાંતો દુશ્મન આવી જાય
                           ……..સર્જનહારની લીલા જગે એવી.
અંધારામાં ઉજાસને શોધવા,માનવતાય મોકળી થાય
અજબ અનોખી શક્તિ જગમાં,પ્રભુ ભક્તિએ મેળવાય
માયાના બંધન જો છુટે,ત્યાં તો કળીયુગી તુટે લગામ
કૃપાની એક બુંદ પડતાં દેહે,દુશ્મન પણ ખોવાઇ જાય
                       ………સર્જનહારની લીલા જગે એવી.

====================================

May 13th 2010

લગ્ન તીથી

                       લગ્ન તીથી

તાઃ૧૩/૫/૨૦૧૦                  પ્રદીપ/રમા બ્રહ્મભટ્ટ

જીવનમાં વર્ષે વર્ષે આવે,ને મોટી જ થતી જાય
સંસ્કૃતીની આસાંકળ,જેપતિપત્નીએ સંધાઇ જાય
                      ………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
એક બે કરતાં આજે સંગે,વીત્યા છે અઠ્ઠાવીસ વર્ષ
સાથ દેતાં મને સથવારે,જીતીયે જીવનનો આજંગ
સુખ દુઃખને નેવે મુકીને,કમરે મહેનતને લઇ લીધી
આધીવ્યાધિ દુર ભાગતાં,અમે અનંત શાંન્તિ દીઠી
                       ………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
ભક્તિ તો માબાપથી મળી,જે મનથી કરી લઇએ
સંતનીસાચી ઓળખમળતાં,ના જીવનમાંભટકીયે
શરણે જલાસાંઇને રહેતાં,જન્મ સફળ જોઇ લઇએ
ભક્તિ ધરમાં જ કરી લેતાં,ના મંદીરે કોઇ જઇએ
                       ……….જીવનમાં વર્ષે વર્ષે આવે.
માતા વીરબાઇની મમતા,નેઆશીશ જલારામની
મળી ગઇ અમને વિરપુરથી,જે સંતાનોમાં દેખાય
રહેમનજર પડી બાબાની,જે જીવનમાં અનુભવાય
સહવાસ જીવનમાં મળી જાય,જે દર્શનથી લેવાય
                       ………..જીવનમાં વર્ષે વર્ષે આવે.
=========================================
              આજે લગ્ન જીવનને અઠ્ઠાવીસ વર્ષ પુરા થયા.વિના તકલીફે
જીવન જીવવાનીકૃપા સાચાસંતો શ્રી જલારામ બાપા,શ્રી સાંઇબાબાની
ભક્તિએ જ મેળવી છે.આ લગ્નતીથીએ મારાવાંચક વડીલોના આશીર્વાદ,
વાંચક  મિત્રોનો પ્રેમ અને સહાધ્યાયીનો સ્નેહ મળે તે પવિત્ર ભાવનાથી
પરમાત્માની કૃપાએ જ આ કાવ્ય લખેલ છે તો પ્રેમથી મને તથા મારી
પત્ની રમા સાથે મારા બંન્ને વ્હાલા બાળકો દીપલ તથા રવિને પવિત્ર
જીવન અને આપ સૌનો પ્રેમમળે તે ભાવનાસહ જય જલારામ,જય સાંઇરામ.
=+++++++++++++++++++++++++++++++++++++++++=

May 13th 2010

સાચી લીટી

                      સાચી લીટી

તાઃ૧૩/૫/૨૦૧૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ લેતા ભક્તિનું,મારા મનને શાંન્તિ થઇ
વિચારી ચાલતાં જીવનમાં,જીંદગી મહેંકી ગઇ
                         ……….શરણુ લેતા ભક્તિનું.
ઉદય અસ્તની દુનીયામાં,જીવ વણાય છે અહીં
મતીમાનવી સાચવીલે,તો જીવન ઉજ્વળ ભઇ
કરુણાસાગર તો છે દયાળુ,સમયને જો તું પકડે
શાંન્તિ આવે જીવનમાં,જ્યાં ભક્તિ પ્રસરી ગઇ
                        …………શરણુ લેતા ભક્તિનું.
સંતતણો સહવાસમળતાં,વ્યાધીઓ ભાગતી થઇ
પ્રેમે આશીર્વાદમળતાં,જીંદગી શીતળ મળી ગઇ
સંસારી સંતોનો સહવાસ,સાચી ભક્તિછે કહેવાય
જલાસાંઇની સેવાનિરાળી,જે સંસારીથી મેળવાય
                         ……….શરણુ લેતા ભક્તિનું.

============================

May 12th 2010

જરૂરીયાત

                   જરૂરીયાત

તાઃ૧૨/૫/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરી લીધા મેં કામ,જેમાં મને મળી ગયાછે દામ
સારુ નરસુ ના આવડે,ક્યાંથી મળી જાય મુકામ
                           ……..કરી લીધા છે મેં કામ.
નજર દુનીયાની છોને પડે,ના પડે મને અસર
સમજ મારી શાણી માની,ફેરવી લઉ હું તત્પળ
જરૂરીયાતને રાખી મનમાં,બુધ્ધિને મુકવી  દુર
આવી જાય સંતોષ હૈયે,માનવતામાં આવે પુર
                          ………કરી લીધા છે મેં કામ.
સકળતાનો સહવાસ છુટે,ને સ્વાર્થની મળે લકીર
સમજવાની ના વ્યાધિ,કે ના આંધીને ઓળખાય
ડોકી ઉંચી દેખાય જગમાં,અંતે મળી જાય જંજીર
સમજ ને મુકતાં માળવે,દેહને જેલ જ મળી જાય
                         ………..કરી લીધા છે મેં કામ.
દીઠો મેં સંસાર અમારો,પણ ના જોઇ કોઇ લકીર
દોરી ગઇ જીવન નૈયાને,જે ભવસાગરમાં અટકી
નેવે મુકી જ્યાં બુધ્ધિને,ત્યાંમળી સ્વાર્થની સીડી
જીંદગી મારી પડી કુવામાં,નાસાથ રહે કોઇ એક
                            ………. કરી લીધા છે મેં કામ.

=================================

May 12th 2010

સાથ અને સહકાર

                       સાથ અને સહકાર

તાઃ૧૨/૫/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

મહેનત મનથી પામતો,ને મેળવું જીવનનો સહવાસ
ઉજ્વળ જીવન સાથ દે,જ્યાં મળે સાથ અને સહકાર
                            …….મહેનત મનથી પામતો.
સગાં સ્નેહીઓનો સથવાર,જ્યાં હોય લોહીનો સંગાથ
પડતાં આખડતાં ટેકોમળે,ને સાચાસંબંધી ઓળખાય
                            …….મહેનત મનથી પામતો.
મળતો પ્રેમ અને સહકાર,સાચી મિત્રતાય સચવાય
સ્વાર્થ અને મોહ ભાગે દુર,જ્યાં હૈયે પ્રેમ રહે ચકચુર
                           ……. મહેનત મનથી પામતો.
જન્મ સાર્થક આ બની રહે,જ્યાં ભક્તિ પ્રેમ મળી રહે
મળે માબાપના પ્રેમે આશીશ,ગુરુજીની જ્યાં છત્ર રહે
                            …….મહેનત મનથી પામતો.
સાથ મળે સંબંધીઓનો,નેમળે સાચા મિત્રોનો સહકાર
જીવનની પગથી નિર્મળબને,ને સોપાન ઉજ્વળ થાય
                            ……મહેનત મનથી પામતો.
ગુજરાતીઓ તો ગૌરવ છે,જે જગે વિચરી મહેનત કરે
પામે સફળતાનાસોપાન જગતમાં,જે પ્રભુ કૃપાએ ફળે
                             ……મહેનત મનથી પામતો.

==================================

May 11th 2010

પુ.મોટાને પ્રણામ

@@@@

            પુજ્ય શ્રી મોટાને પ્રણામ

તાઃ૧૧/૫/૨૦૧૦ (૧૧/૫/૧૯૭૧)પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મધુર વાણી સાંભળી,મન મારુ લલચાય
પુ.મોટાના આશ્રમમાં મને,અનંત આનંદ થાય
                     ……..હરિ ૐ,હરિ ૐ સંભળાય.
નિત્ય સવારે પ્રભુ પોકારે,ઉજ્વળ જીવન થાય
તનમનના સંબંધ નિરાળા,પ્રભુ કૃપાએ લેવાય
મીઠી,મધુર,મહેંક જીવનમાં,સંતસહવાસે દેખાય
મળ્યો પુ.મોટાનોપ્રેમ અમોને,જન્મ સફળ થાય
                  ……જ્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.
સોમાકાકા રોજસવારે,ભાવથી ભક્તિગીતો ગાય
આશ્રમ આખો સ્વર્ગ લાગે,જ્યાં હરિ ૐ બોલાય
નિર્મળ ભાવે ભક્તિ જોતાં,પરમાત્માય હરખાય
પુ.મોટા આંગળી ચીંધે,જીવને સ્વર્ગ મળી જાય
              ………ત્યાં હરિ ૐ,હરિ ૐ સંભળાય.

+++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »