May 18th 2021

. .જલાસાંઇની કૃપા
તાઃ૧૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહથી જન્મ લીધો વિરપુરમા,જે પવિત્ર સંત જલારામ કહેવાય
શેરડીગામમાં આવ્યા પાર્થીવગામથી,એ સંત સાંઇબાબાથીઓળખાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,ના કદી કોઇજ દેહથી છટકાય
પવિત્રરાહ ચીંધી વિરપુરમાં જલારામે,જે માનવદેહને ભોજનઆપીજાય
અન્નદાનની કૃપાકરી જે નિરાધારપર,એ પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહને સાચવવા જીવનમાં,સવારસાંજની સાથે રહેતા ભોજનકરાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની કૃપા થતા સાંઇબાબા શેરડી આવ્યા,એસંતથી ઓળખાય
મળેલ જન્મને સંબંધ સંસારનો,જે દેહ મળતા ધર્મકર્મને સમયે સમજાય
સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,ના હિંદુ મુસ્લીમ ધર્મથી દુર રહેવાય
માનવદેહને સમજીને ચાલતા,જીવનમાં શ્રધ્ધાસબુરીને સમજીનેજ જીવાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
May 18th 2021
##
##
. .શ્રધ્ધાપ્રેમ
તાઃ૧૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માના પ્રેમની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં,સંત સાંઇબાબાની કૃપાએ સુખમળી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા છે ભારતમાં,જે શેરડીથી કૃપા કરી જાય
અવનીપરના જીવના આગમનને દેહમળે,એ ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,પ્રભુની ભક્તિથી કૃપા મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,ના કોઇ મોહમાયાનો સંબંધ અડી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
શ્રધ્ધાસબુરીથી પ્રેરણા આપી માનવદેહને,નાકોઇ ધર્મથી અલગ રહેવાય
હિંદુ મુસ્લીમ એતો દેહનો સ્પર્શ છે,જે બાબાએ પ્રેમની આંગળી ચીંધી
માનવજીવન એ પરમાત્માનીકૃપા છે,જે ધર્મકર્મથી દેહથી જીવન જીવાય
સત્કર્મથી જીવનજીવતા નિર્મળરાહ મળે,એજ માનવતાને પ્રસરાવી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
**************************************************************
May 18th 2021
%
%
. .શેરડી આવ્યા
તાઃ૧૮/૫/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળી શંકર ભગવાનની,જે સાંઇબાબાને શેરડીમાં લાવી જાય
મળેલ માનવદેહને પાવનરાહ આપવા,શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને જગતમાં જન્મ મરણનો સંબંધ,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય.એપ્રાણી,પશુ,જાનવર,માનવી કહેવાય
માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે જીવનમાં અનેક કર્મથી જીવન જીવાય
ધર્મની પવિત્રરાહ પકડવા મળેલદેહને,અનેકધર્મ સંગે હિંદુમુસ્લીમ મેળવાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને મળેલદેહને પરમાત્માની કૃપા મેળવવા,શ્રધ્ધા રાખીને વંદન કરાય
સાંઇબાબાએ આંગળી ચીંધી મળેલદેહને,ના ધર્મકર્મને દુરરાખીને જીવાય
અલ્લાઇશ્વર એ પરમાત્માનીલીલા છે,જે હિંંદુમુસ્લીમથી અલગરાહે પુંજાય
પવિત્ર સાંઇબાબાથી શેરડીઆવ્યા,જે બંન્ને ધર્મમાં પવિત્રરાહ આપી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
##################################################################