June 8th 2021

. .પ્રેમાળ પ્રેમ
તાઃ૮/૬./૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર નિખાલસપ્રેમ મળે માબાપનો,જે સંતાનને પવિત્રજીવન મળી જાય
મળેલ જીવનમાં પ્રેમાળ પ્રેમને શોધાય નહીં,પ્રભુ કૃપાએ દેહને આપીજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
સરળ જીવનની રાહ મળે જીવનમાં,જે પવિત્ર શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને માબાપનો પવિત્રપ્રેમ મળૅ,જે આશિર્વાદથી અનુભવાય
પવિત્રપ્રેમથી માતાપિતાને વંદન કરતા આનંદ થાય,એ શાંંતિ આપી જાય
જીવનને સંબંધકર્મનો જે સમજીને,સમયસાથે ચાલતા ઉંમરનો અનુભવથાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
પતિપત્નિના પવિત્ર પ્રેમથી પ્રભુકૃપાએ,સંતાનને જન્મ મળતા આનંદ થાય
મળેલદેહના પરિવારને પરમાત્માના પ્રેમથી,સમયનીસાથે આગળલઈ જવાય
જીવને મળેલદેહના કુળને આગળલઈજવા,પરમાત્માનો પ્રેમાળ પ્રેમ મેળવાય
એ પવિત્રલીલા જગતપર પવિત્ર ભગવાનની,જે મળેલ માનવ દેહને સમજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
##############################################################
No comments yet.