પ્રેમની પકડ મળી
#### . .પ્રેમની પકડ મળી તાઃ૧૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પાવનકૃપાની રાહ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જે જીવપર કૃપા કરી જાય મળેલકૃપા એમાનવદેહને સમયની સમજણથી,એનાથી પ્રેમની પકડ મળીજાય ....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય. કળીયુગની આ લીલા જે દેખાવની રાહે લઈ જાય,જે મળેલદેહને ના સમજાય જન્મો જન્મનો સંબંધ જીવને અવનીપર,અનેક દેહને માનવદેહથીજ બચાવાય ના કોઇજ અપેક્ષા જીવને મળેલદેહની,કે ના મોહ માયા જીવનમાં અડી જાય કુદરતની આ લીલા જગતપર જે નિખાલસ,ભાવનાને જીવનમાં રાખીને જીવાય ....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય. જીવને પાવનપ્રેરણા મળૅલ આશિર્વાદથી,જેથી નિર્મળ પ્રેમની પકડ મળી જાય ના કોઇજ માગણીનો સ્પર્શ થાય,જે જીવનમાં પવિત્રરાહની પ્રેરણા આપી જાય સમયનો સ્પર્શથાય જીવના મળેલદેહને,એ પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ દઈ જાય પરમાત્માની કૃપા મળે સમયે જીવનમાં,જ્યાં ભક્તિ ભાવનાથી પ્રભુને વંદન થાય ....દેહ પર પરમાત્માની પાવનકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય. @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
,