June 12th 2021

અંજની લાલા

**hanuman jayanti 2 subh yoga and 7 subh muhurat-**

           .અંજની લાલા

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી શ્રીરામના વ્હાલા ભક્ત થયા,જે બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના લાડલા દીકરા,એ પવનદેવના વ્હાલા સંતાનથીય ઓળખાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જે હિંદુ ધર્મને પવિત્રકરી જાય
અનેક દેવ અને દેવીઓની કૃપા થઈ હિંદુધર્મમાં,જે દેહથી જન્મલઈ આવીજાય
શ્રધ્ધા ભાવનાથી પુંજન કરતા પવિત્રકૃપા મળે,એ જીવનદેહનુ કલ્યાણ કરીજાય
એવા જ પરમકૃપાળુ અને શક્તિશાળી,પવનપુત્ર હનુમાન શ્રી રામભક્ત કહેવાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
પરમાત્મા એ લીધેલ દેહ શ્રી રામનો ભારતમાં,જે સમયની સાંકળમાં લટકી જાય
ભાઈ લક્ષ્મણ બેહોશ થયા ધરતીપર,જ્યાં હનુમાનજી ઉડીને સંજીવની લાવીજાય
શ્રી રામના પત્નિને શોધવા હનુમાન ઉડીને જઈ,સીતાજીને શોધીને બતાવી જાય
રામલક્ષ્મણને ઉડીને લંકા લઈગયા,જ્યાં રાજારાવણને મારીને લંકાનુ દહનકરીજાય
...અજબશક્તિ થયા જે પ્રભુએલીધેલ શ્રીરામના દેહને આકાશમાં ઉડીને મદદ કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

June 12th 2021

કળીયુગની કાતર

##પૃથ્વી - વિકિપીડિયા##

.         .કળીયુગની કાતર

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલદેહને સમયસાથે ચાલવુ પડે,નાકોઇજ જીવથી છટકાય
કુદરતની આ લીલા જગતપર,જ્યાં જીવના દેહને શ્રધ્ધાથી વંદન કરાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
અવનીપરના જીવના દેહને સમયની સાથે ચાલતા,પ્રભુની કૃપાથી બચાય
જગતપર મળેલદેહ ના કોઇની તાકાત છે,જે સમયની અસરથી છટકાય
પરમકૃપાનો સાગરવહે ધરતીપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજા કરાય 
પવિત્ર શાંંતિ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએજ મળતી જાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
જીવને મળેદેહ એગતજન્મના થયેલકર્મ,એ જીવને આવનજાવન દઈ જાય
માનવદેહ એ કૃપાપ્રભુની,જે જીવને પશુપક્ષીપ્રાણીના દેહથી બચાવી જાય
મનુષ્યદેહને સમયની સાથે ચાલતા,મળેલદેહને ઉંમરથી સમય પસાર થાય
જે દેહને કળીયુગની કાતરથી બચાવે,એપ્રભુકૃપાએ મળેલજન્મ પવિત્ર થાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
##################################################################