June 15th 2021
####
ં .મળે પ્રેમની જ્યોત
તાઃ૧૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહમળે જેસમય સાથે લઈ જાય
અવનીપરનુ આગમન એ ગતજન્મના,દેહના કર્મથી જ આગમન થઈજાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતની ભુમીપર,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુનાદેહને,શ્રધ્ધાથી ધુપદીપથી ભક્તોપુંજા કરી જાય
પવિત્રકૃપા મળે દેહને ભક્તિથી,જીવનમાં મળેલ પ્રેમનીજ્યોત પ્રગટાવી જાય
મળેલ દેહને કર્મની પવિત્ર કેડી મળૅ,જે મળેલ જન્મને પવિત્રકૃપા મળી જાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પવિત્ર પરમાત્માનોદેહ લીધો શંકરભગવાનથી,જે પવિત્રશક્તિશાળી કહેવાય
ભારતદેશમાં પવિત્રગંગાન વહાવી,જે હિંદુમાં ભક્તોને પવિત્રઅમૄત મળીજાય
મળેલદેહને ગંગાના અમૄત આંચનથી,ભોલેનાથ શંકરની પવિત્રકૃપા મળીજાય
ગંગાનદીના પવિત્ર જળની અર્ચનાથી,મળેલ દેહના જીવને મુક્તિ મળી જાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
#############################################################
June 15th 2021
++ ++
. .આંગળીને પકડી
તાઃ૧૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી જીવતા માબાપને,પ્રભુકૃપાએ પવિત્રજીવ સંતાનથી જન્મી જાય
પાવનરાહએ પવિત્રકૃપાએ મળે સંતાનને,જે સમયને સમજાવી જીવાડી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સમયની સાથે ચાલવા માબાપની પ્રેરણા મળે,જે દેહને સાચવીનેજ ચલાવી જાય
મળૅલદેહને સમયનો સંગાથ રહે,જે બાળપણમાં ભણતરની શરૂઆતથી સમજાય
ભણતર એજીવનાદેહનુ ચણતર કહેવાય,જે જીવનમાં કર્મની લાયકાત આપી જાય
અવનીપરના આગમનને પારખીને,માબાપના પ્રેમથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સંતાનને પવિત્રરાહ મળે સમયે,એ પરમાત્માની કૃપાએ મળેલ દેહને મળતી જાય
પિતાની આંગળી પકડીને ચાલતા સંતાનને,ભણતરની રાહેજ આંગળી ચીંધી જાય
ઉંમરનીસાથે સમજીનેચાલતા જીવનમાં,સત્કર્મનો સંગાથ જીવનમાંશાંંતિ આપીજાય
એજ પવિત્રકૃપા પરમાત્માની દેહપર,જે માબાપની કૃપાએ દેહને સુખ મળી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
===================================================================