June 1st 2021

માતાની પવિત્રકૃપા

## On this day, Mother Saraswati appeared and presented the unique beauty of the earth | આ દિવસે માતા સરસ્વતીએ પ્રકટ થઇને ધરતીને અનુપમ સૌંદર્ય પ્રદાન કર્યું હતું - Divya Bhaskar##

.        .માતાની પવિત્રકૃપા

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાએ સમયસંગે કલમ પકડતા,જીવનમાં કલમથી રચના થાય
એ પાવનકૃપા સરસ્વતી માતાની,કલમના ભક્તને પ્રેરણા મળતીજાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
માતા સરસ્વતીની પવિત્રકૃપાથઇ,જે કલમપ્રેમીઓની રચનાથી દેખાય
જીવના મળેલદેહને આશિર્વાદ મળે માતાના,જે સમયે સાથ મેળવાય
અવનીપર સમયે જીવને દેહ મળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય
એ પાવનલીલા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહથી દેખાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
મળેલ માનવદેહને સમયનો સંબંધ છે,જે બાળપણથી ભણતર થાય
સમયનીકેડી એકુદરતનીકૃપા દેહપર,એસમજણની સાથે પ્રેરણા થાય
માતાની પવિત્રકૃપાએ સંકેત મળે,જે જીવનમાં રચનાઓ કરાવીજાય
પવિત્રપ્રેમીઓનો સાથ મળે દેહને,જે અનેકરાહે માતાની કૃપા થાય
....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય.
***********************************************************
June 1st 2021

કૃપા પ્રભુની

હનુમાનજી નો આવો ફોટો લગાવવાથી ઘર માં થશે મંગલ જ મંગલ, હનુમાનજી ની કૃપા થી ખુલી જશે કિસ્મત

.           .કૃપા પ્રભુની  

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધાથી પુંજન કરતા મળી જાય
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે સમયસંગે મળતો જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
સમય સમજીને ચાલતા જીવનમાં,ના કોઇ મોહમાયા અડી જાય
પવિત્રરાહ મળે જીવના દેહને,જે સમય સાથે સંબંધ મળી જાય 
પરમાત્માની પાવનકૃપા છે ભારતદેશપર,અનેકદેહથી આવીજાય
એ મળેલદેહથી પવિત્રરાહ ચીંધે,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,માનવદેહને કૃપા આપીજાય
માનવદેહને સમજણની કૃપા મળે,જે પવિત્ર ભક્તિમાર્ગે લઈ જાય
પરમાત્માની કૃપા અને પ્રેમ મળે,ના મંદીર મસ્જીદમા વંદન કરાય
પ્રભુનો પવિત્રપ્રેમ એ દેહને શ્રધ્ધાએ મળે,જ્યાં ઘરમાં પુંજન કરાય
....એ પ્રભુનીકૃપા છે જે પવિત્ર શ્રધ્ધાથી,ઘરમાં પુંજન કરતા મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 

June 1st 2021

વિધ્નવિનાયક ગણેશ

##Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી##

.         .વિધ્નવિનાયક ગણેશ

તાઃ૧/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રસંતાન હિંદુધર્મમાં થયા,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
પિતાને બમબમભોલે મહાદેવકહેવાય,એ પવિત્ર શંકરભગવાનથી ઓળખાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એશ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
શંકરભગવાન એ પવિત્રશક્તિશાળી છે,જે ભારતમાં ગંગાનદીને વહાવી જાય
એ હિમાલયની પુત્રી પાર્વતીના ભરથાર થયા,જે પવિત્ર નશીબદાર થઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે શ્રીગણેશ,કાર્તિકેય,અશોકસુંદરીની મમ્મી થાય
જગતમાં પવિત્ર પરમાત્માનો પરિવારછે,જે શંકરપાર્વતીના સંતાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
પ્રથમ પવિત્રસંતાન ગણપતિ જન્મ્યા,જે જગતમાં દેહોના ભાગ્યવિધાતા કહેવાય
તેમના જીવનમાં પત્ની રિધ્ધીસિધ્ધી મળીજાય,જેમના સંતાન શુભલાભ થઈજાય
જગતમાં માનવદેહને પાવનરાહથી પ્રેરણા કરે,જે દેહોના ભાગ્યવિધાતા કહેવાય
એ પવિત્રપુત્ર થયા ભારતમાં,સંગે માતાપાર્વતીનીકૃપા મળતા પુંજન કરાવી જાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
**********************************************************************
June 1st 2021

અજબ લીલા

##Dharati (@Dharatiprincees) | Twitter##

.          .અજબ લીલા

તાઃ૧/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાથે સમજીને ચાલતા,માનવદેહ પર પરમાત્માની કૃપા થાય
જીવનમાં પાવનરાહ મળે દેહને,જે અવનીપર કુદરતની લીલા સમજાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
અવનીપરનુ આગમન જીવનુ મળેલદેહથી,એ ગતજન્મના કર્મથી મેળવાય
નાકોઇ જ જીવની તાકાત જગતમાં,એ કુદરતની સમયસંગે લીલા કહેવાય
પાવન રાહ મળે દેહને જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથી થયેલ કર્મથી મેળવાય
જીવનમાં ના કોઇ માગણી અડે કે ના કોઇજ અપેક્ષા,જીવનમાંય પકડાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
જીવને અનેક જન્મોથી સંબંધ અવનીપર,એ પવિત્ર લીલા કુદરતની કહેવાય
નાકોઇ દેહથી છટકાય જીવનમાં,જ્યાં પરમાત્મા પણ દેહથી જન્મ લઈજાય
જીવને દેહ મળતા સમયની સમજણ પડે,જે કળીયુગ સતયુગનો સ્પર્શ થાય
પરમાત્માનો પ્રેમ મેળવવા મળેલદેહથી,શ્રધ્ધા રાખીને ધુપદીપથી વંદન કરાય
.....એ કળીયુગની અદભુતલીલા જગતપર,જે મળેલદેહને સમયે સમજાઈ જાય.
##############################################################