June 13th 2021

ઉજવળ જીવન

###Sahitya Premi – Telegram###
.           .ઉજવળ જીવન

તાઃ૧૩/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમપ્રેમીઓના પ્રેમથી પાવનરાહ મળે,જે કૃપાએ ઉજવળ જીવન આપી જાય
મળેલપ્રેમ જીવનમાં પવિત્ર કલમની કેડીનો,જે કલમની રચનાથી સમજાઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
આંગણી માગણી નાજીવનમાં રખાય,જ્યાં કલમપ્રેમીઓ સંગે માતાનીકૃપા થાય
સમયની સાથે ચાલતા પાવનરાહમળે,જે માતા સરસ્વતીની પરમકૃપા પણ થાય
મળેલ માનવ દેહના જીવને સંબધ ગતજન્મના કર્મનો,જે દેહ મળતાજ સમજાય
અવનીપરનુ આગમન એ દેહના કર્મનુ,જે ના કોઇજ જીવથી અવનીપર છટકાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
મળ્યો માતાનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે કલમની પવિત્રરાહેજ સમજાઈ જાય
આવી આંગણે કૃપા મળે મળેલદેહને,એ માતાનીજ કૃપાનો અનુભવ આપી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા દેહને રાહ મળે,જે મળેલ જન્મપાવન કરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ જીવને મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
===================================================================
June 13th 2021

માતાની કૃપા મળે

**આ દિવસથી થશે ગુપ્ત નવરાત્રીનો આરંભ, આ રીતે કરશો સાધના તો સદાય રહેશે મા દુર્ગાની અસીમ કૃપા - GSTV**  
.          ં.માતાની કૃપા મળે

તાઃ૧૩/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખી દુર્ગા માતાની પુંજા કરતા,મળેલ દેહ પર પવિત્ર કૃપા થાય
પવિત્રકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે જીવપર કૃપા કરતા સુખ મળી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
ધુપદીપથી પુંજન કરતા માતાનોપ્રેમ મળે,જે જીવના દેહને અનુભવ થાય
કૃપાથી જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય,ના તકલીફ કે અપેક્ષા અડી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા,માતાની કૃપાજ મળી જાય
મળેલદેહપર પવિત્રકૃપામળે માતાની,જે જીવનમાં પવિત્રશાંંતિ આપી જાય 
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
અનંત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીના નવદીવસ પુંજા કરાય
માતાના પવિત્રશક્તિ નવ સ્વરૂપ છે,જેમની ગરબેઘુમીને વંદના કરી પુંજાય
ભારતદેશમાં અનેકદેહથી દેવ અને દેવીઓથી પધાર્યા,જે પુંજાથી અનુભવાય
દુર્ગા માતાનો પ્રેમ અને કૃપા મળતા,જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરીને જીવાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
#################################################################
June 13th 2021

પ્રેમને પકડજો

####

.          . પ્રેમને પકડજો
તાઃ૧૩/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહને પાવનપ્રેમની રાહ મળે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા આંગળીચીંધી,ભક્ત જલારામ પ્રેરણા આપી જાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
જીવને સંબંધ અવનીપરના દેહથી,એ સમયસંગે મળેલદેહના કર્મથી મેળવાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાત,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા જીવનમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ દેહને મળી જાય
અદભુત કૃપાળુ પરમાત્મા અનેકદેહથી.ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ લઈજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
સમય સમજીને ચાલતા દેહપર પ્રેભુની કૃપા થાય,જે દેહને સદમાર્ગે લઈ જાય
ભક્ત જલારામની પ્રેરણા મળેલ માનવદેહને,પવિત્રરાહે જીવવા પ્રેરણા કરીજાય
પવિત્ર શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,સમયે પરમાત્મા દેહની પરીક્ષાય કરી જાય
જગતમાં મળેલદેહને નાકોઇ અપેક્ષાથી જીવતા,કૃપાએ જીવને મુક્તિ મળીજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.  
***************************************************************