June 7th 2021
******
. .ભક્તિની કૃપા
તાઃ૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમથી કૃપામળી શ્રીભોલેનાથની,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
પરમાત્માએ જન્મથી દેહલીધો ભારતમાં,જેમને શંકર ભગવાન પણ કહેવાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
કુદરતની પવિત્ર પેરણા માનવદેહપર,જે જીવને સત્કર્મસંગે પુંજા કરાવી જાય
જીવનમાં મળેલદેહના જીવને,સમયઅને કર્મસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
પરમાત્માએ પવિત્ર જન્મલીધો શંકરભગવાનથી,જે પવિત્રગંગા લઈને આવ્યા
ગંગા જળ ધરતીપર અમૃત જળ છે,જે જીવનાદેહને અંતે મુક્તિઆપી જાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
જીવનસંગીની પાર્વતીમાતા ખુબજ પ્રેમાળ,શ્રધ્ધાથી ભક્તિ કરતાને કૃપા કરે
પવિત્ર સંતાનનો જન્મ થયો,પ્રથમ ગણેશ,બીજા કાર્તિકેય પછી દીકરીજન્મી
પરિવારમાં જન્મેલ દીકરીને,અશોક સુંદરીનુ પવિત્ર નામ કૃપાએ આપી દીધુ
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
===================================================================
June 7th 2021
== ==
. પવિત્ર પરિવાર
તાઃ૨/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં બારતનીભુમી પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે શ્રધ્ધાપુંજાની પ્રેરણાએ પવિત્રજીવન જીવાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,મળેલ જન્મને પાવનરાહ આપી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લેતાજ,ધરતીપર પવિત્ર આગમન થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથીજ ઘરમાં ધુપદીપથી પુંજન કરતા,મળેલ ઘરપણ પાવનથાય
હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મેળવાય,જે મળેલદેહનેસમયે મુક્તિ મળીજાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
પવિત્રપરિવાર એજ કૃપા માબાપની,એ પ્રથમ સંતાન શ્રીગણેશ જન્મી જાય
બીજાપુત્રનો જન્મથયો જેને કાર્તિકેય નામથી ઓળખાય,જ્યાં પ્રભુકૃપા થાય
સમયની સાથેજ ચાલતા ત્રીજી દીકરી જન્મી.જેને અશોકસુદરીથી ઓળખાય
પવિત્ર શંકર ભગવાન અને પત્નિ પાર્વતીના,પરિવારને જગતમાં વંદન થાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
===============================================================
June 7th 2021
******
. .ૐ નમઃ શિવાય
તાઃ૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માનો દેહ હિંદુધર્મમાં,શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયના મંત્રથી પુંજાય,સંગે શિવલીંગપર દુઘઅર્ચના કરાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
અજબ શક્તિશાળી ભોલેનાથ કહેવાય,જે માતા પાર્વતીના પતિ થાય
પવિત્રકૃપા શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,ભક્તોપર એ કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળી એ દેહ છે,જે ભારતદેશમા પવિત્રગંગા વહાવી જાય
અવનીપરના દેહથી ગંગાના જળની પુંજાથી,જીવનાદેહનેમુક્તિ મળીજાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
પરમ શક્તિશાળી સંગે પરમકૃપાળુ,હિમાલતનીપુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રકૃપા ભક્તોપર શંકરભગવાન કરે,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજન થાય
જગતમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,શ્રી ગણેશના એ પિતા પણ કહ્ર્વાય
પવિત્રપ્રેમ મળ્યો માતા પાર્વતીનો,જે સમ્તાનથી ગણેશ,કાર્તિકેય જન્મીજાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
પવિત્રપુત્રી અશોકસુંદરી પણ જન્મીજાય,જે પવિત્રજીવોથી પરિવાર મેળવાય
અનંતકૃપાળુ પરમાત્મા શંકર ભગવાન,સંગે મહાદેવ,ભોલેનાથ,શિવ કહેવાય
હિંદુ ધર્મમાં પાર્વતીમાતાને પણ પુંજાય,જે પતિસંગે કૃપામાં સાથ આપીજાય
એ પરમશક્તિશાળી પરિવારછે,દીકરા ગણેશની કૃપાએ વિઘ્નથીદુર રહેવાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
#############################################################