June 16th 2021
. શાંન્તિ મળે
તાઃ૧૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધુપદીપથી પુંજા કરતા હિંદુધર્મમાં,દેવ દેવીઓની પવિત્રકૃપા મળી જાય
મળેલ માનવદેહ પર પાવન કૃપા થતા,જીવનમાં દેહથી શાંંતિ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરતા,જીવને મળેલદેહપર કૃપા થઈ જાય
પવિત્ર ભાવનાથી માતાને વંદન કરતા,ગાયત્રીમાતાની પવિત્રકૃપાપણ થાય
અજબશક્તિ છે પરમાત્માના દેહની,જે જીવનમાં પવિત્ર શાંંતિ આપીજાય
માનવદેહને સંબંધ પવિત્ર દેવતા દેવીઓનો,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપામેળવવા,અનેકપવિત્રમંત્રથી પ્રભુની પુંજા કરાય
મળે કૃપા જીવને મળેલ દેહને,જે જીવને જન્મ મરણથી મુક્તિ આપી જાય
માનવદેહના જીવનમાં સતકર્મના સંગાથથી,દેહને અનંત શાંંતિ મળી જાય
એ પાવનકૃપાની રાહમળે દેહને,જે મળેલદેહના જીવથી ભક્તિરાહ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
###############################################################
June 16th 2021
****
. .સમયની પકડ
તાઃ૧૬/૬/૨૦૨૧ (ફાધર ડે) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલવા નાકોઇજ દેહથી,જીવનમાં ક્યારે કદીય છટકાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ઉંમરનો સાથ જીવનમાં મળી જાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
માબાપને પવિત્રપ્રેમથી જીવતા,જીવનમાં પ્રભુકૃપાએ સંતાન જન્મી જાય
સમયની સાથે ચાલતા દેહને સમયે,ઉંમરથી નાકદી કોઇથી દુર રહેવાય
આ દેશમાં ઉંમર વધતા દેહને ઘરડા કહેવાય,જેને સંતાન દુર રાખીજાય
ઘરડા ઘરમાં ઉંમર લાયક માબાપને,રાખીને સંતાન આનંદથી જીવીજાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
કળીયુગમાં આ દેશમાં ઘરડા માબાપને,ફાધરડે અને મધ્રરડે એજ મળાય
એજ પવિત્રદીવસ કહેવાય જે જન્મદીવસે,સંતાનની સવારથી રાહ જોવાય
આ દેશની ભાષામાં ઘરડાઘરને,સીનીયર સીટીજન હાઉસથીજ ઓળખાય
માબાપને અહીના જીવનમાં નાસંતાનનો પ્રેમ મળે,એ સમયથીજ સમજાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
#############################################################
June 16th 2021
##
. .માતાનો પવિત્ર પ્રેમ
તાઃ૧૬/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી પુંજનકરી વંદન કરતા જીવનમાં,લક્ષ્મીમાતાનો પવિત્રપ્રેમ મેળવાય
પવિત્રકૃપા માતાની મળી પ્રદીપને,જે નાકોઇ માગણી કે અપેક્ષાકદી રખાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
મળેલદેહને જીવનમાં સવાર મળે,અને સમયે કૃપાએ દેહને સાંજ મળી જાય
આ પવિત્રલીલા કુદરતની છે જગતમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય
માતાની પવિત્રકૄપા છે ભારતદેશપર,જ્યાં માતા પવિત્રદેહથી જન્મ લઈ જાય
કૃપા મળે માતાની મળેલમાનવદેહને,એ પવિત્રભક્તિની પ્રેરણાએ પુંજા કરાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
ખુબજ પ્રેમાળ માતા છે જે શ્રી વિષ્ણુ ભગવાનની જીવનસંગીથીય ઓળખાય
પરમાત્માની કૃપાએ જન્મ લીધા ભારતમાં,ઍ શ્રીલક્ષ્મી અને શ્રીવિષ્ણુ કહેવાય
માતા લક્ષ્મીની કૃપાએ મળેલદેહના જીવનમાં,ધન મળતા પરિવાર સુખી થાય
એજકૃપા અને પ્રેમમળે પવિત્ર માતાનો,જે જગતમાં ધનલક્ષ્મીથીજ ઓળખાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
######################ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ#######################