June 2nd 2021

પ્રભુની પવિત્રકૃપા

હિંદુ ધર્મમાં ઘણા ભગવાન કેમ છે? કેમ લોકો એટલા ભગવાનને પૂજે છે? |

.           .પ્રભુની પવિત્રકૃપા

તાઃ૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,જે દેહના કર્મથી મળી જાય
માવનદેહને પ્રભુની પવિત્રકૃપા મળૅ,જે દેહને પ્રભુનીભક્તિઆપી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
પવિત્રધરતી ભારતદેશની,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી લઈ જાય
હિંદુધર્મમાં અનેક પવિત્રનામ છે,જેમની કૃપાએ અનેક મદીરમાં પુંજાય
પાવનકૃપા ભગવાનની ભારતમાં,જ્યાંમળેલદેહ શ્રધ્ધાથી ભક્તિ કરીજાય
એજગતના જીવોને સત્કાર્મની રાહ ચીંધે,જે મુક્તિમાર્ગે દેહને દોરી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
ધરતીને પવિત્રકરવા ભગવાને જન્મ લીધો,એ દેહના જીવોપર કૃપા થાય
મળેલ દેહને જીવનની રાહ મળે,જે દેહના કર્મની રાહે જ જીવન જીવાય
અનેક દેવ દેવીઓથી ભારતમાંજ જન્મ લીધો,જે સમયે ધર્મથી પ્રેરી જાય
જીવનાદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવને જન્મમરણથીજ છોડી જાય
....કર્મનોસંબંધ એદેહના જીવને મળે,જે જન્મમરણથી આવનજાવન કરી જાય.
#############################################################
June 2nd 2021

પવિત્ર પુંજા

1567635751.pdf

.          .પવિત્ર પુંજા

તાઃ૨/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને આનંદ થાય
સમય સમજીને ચાલતા પવિત્રપ્રેમ મળે,જે પવિત્ર પુંજા કરાવી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
અજબશક્તિશાળી હિંદુધર્મમાં પ્રભુછે,જે અનેકદેહથી જન્મ લઈ જાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ,જ્યાં શ્રધ્ધારાખીને પ્રેમથીવંદનથાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખીને,પવિત્રરાહે ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
શંકર ભગવાનના પવિત્રપુત્ર શ્રી ગણેશ,જગતમાં ભાગ્ય્વિધતા કહેવાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
પવિત્રભાવનાથી ભોલેનાથના શિંવલીંગપર,દુધઅર્ચનાથી કૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,ના કોઇજ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે,જ્યાં શંકરભગવાનસંગે પરિવારની ક્રુપાથાય 
શ્રીગણેશ એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતા છે,જે પુંજાએ કૃપાકરી જાય 
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐૐૐૐૐ#############ૐૐૐૐૐૐૐૐ#############ૐૐૐૐૐ 
===============================================================