June 25th 2021
. .સંસારનો સાગર
તાઃ૨૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ થાય
બાળપણ પછી જુવાનીમળે દેહને,જે જીવનને કુળથી આગળલઈ જવાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
જુવાનીમાં સમયે લગ્ન કરતા,માબાપનીજ કૃપાએ જીવનસાથી મળી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતાજ,જીવનમાં પવિત્રરાહ મેળવાય
કુદરતની આપવિત્રકૃપા દેહ પર,જે મળેલદેહના કુળને આગળ લઈ જાય
લગ્નથી સંબંધ કરતા જીવનમાં,માનવદેહના સંબંધથી સંસારની કૃપા થાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે જીવનમાંઅનેક પવિત્રકર્મથી સમજાય
સમયે સંતાનનોજન્મ થાય પુત્રઅનેપુત્રીથી,જે માબાપનો પ્રેમ બતાવી જાય
મળેલદેહને પરમાત્માકૃપાએ જીવનસંગીનીનાસાથથી,સંસાર આગળલઈજાય
જગતમાં સંસારનો સાગર પવિત્રછે,જે દરેક કુળને સમયે પરિવારથી દેખાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
=============================================================
June 25th 2021
@@@@@@
. દોડીને આવજો
તાઃ૨૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિતપ્રેમ પકડીને કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં દોડીને આવજો
કલમની પાવનરાહમળી માતા સરસ્વતીનીકૃપાએ,જે કલમથી દેખાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
નાકોઇજ અપેક્ષા રાખે જીવનમાં,પવિત્રરાહથી જીવનમાં કર્મ કરી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે સમયસાથે ચાલવાની પ્રેરણા થાય
માતાની પાવનકૃપા મળી કલમપ્રેમીને,જે અનેક રચનાથી સૌને દેખાય
તમને પ્રેરણા મળે જીવનમાં,તોસમયલઈ દોડી આવજો જ્યાં કૃપાથાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને જીવતા,અનેક પવિત્રરાહે જીવન જીવાય
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં શ્રધ્ધાથી મેળવાય
કલમની પવિત્રકૃપા મળે સરસ્વતીમાતાની,એ પ્રેમીઓને પ્રેરણાઆપીજાય
નાકોઇઅપેક્ષા કેઆશારાખે જીવનમાં,જે પવિત્રપ્રેમથી પ્રેમીઓ મળી જાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
#############################################################