June 29th 2021

ભાગ્યવિધાતા શ્રીગણેશ

***ગુજરાતી સાહિત્ય ar Twitter: “💞 #ગુજરાતી_સાહિત્ય 💞 ક્ષમાના શ્રીગણેશ કરીને પ્રસન્નતા રુપી ગણેશને હ્રદયમાં બિરાજમાન કરીએ... 💐💐 ગણેશ ચતુર્થી તેમજ ...***

.        .ભાગ્યવિધાતા શ્રીગણેશ 

તાઃ૨૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમશક્તિશાળી હિંદુ ધર્મમાં,એ માતા પાર્વતીના લાડલાસંતાન કહેવાય
પવિત્રપ્રેમ પિતાનોમળ્યો જીવનમાં,જગતમાં ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
માનવદેહને પવિત્રરાહ આપેજીવનમાં,જ્યાં શ્રધ્ધાથી શ્રીગણેશની પુંજાથાય
જગતમાં એ ભોલેનાથના પવિત્રસંતાન છે,જેને માતા પાર્વતીની કૃપા થાય
પવિત્ર હિંદુ ધર્મમાં જગતમાં,એપરમાત્માની કૃપાએ ભાગ્યવિધાતા કહેવાય
નાકોઇ અપેક્ષાઆશા રહે જીવનમાં,એ રિધ્ધીસિધ્ધીના પતિથી ઓળખાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા થાય
માનવદેહને ભગવાનની કૃપા મળે,જેસમયની સાથે ચાલતા સત્કર્મને કરાય
અદભુતકૃપા પિતા શંકર ભગવાનની,સંગે માતા પાર્વતીની પવિત્રકૃપા થાય
પરિવારમાં શ્રીગણેશને ભાઈ કાર્તિકેય મળે,બહેન અશોકસુંદરી આવી જાય
....જીવને મળેલદેહથી પુંજનકરતા,માબાપની કૃપાથી એ વિઘ્નવિનાયક થઈ જાય.
================================================================