June 11th 2021

. .પરમકૃપાળુ મહાદેવ
તાઃ૧૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને શ્રીમહાદેવની પુંજા કરતા,પરમકૃપા ભક્તપર થાય
સંગેમાતા પાર્વતીનોય પ્રેમ મળે,જે પરિવારને સુખ આપી જાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
પવિત્ર માતાપિતા હતા પવિત્રપુત્ર,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
ભારતની ધરતીને પવિત્રકરવા,ગંગાનદીને શંકરભગવાન વહાવીજાય
જન્મલીધો પવિત્ર નામથી,જે ભોલેનાથ,મહાદેવ,શંકરથી ઓળખાય
હિમાલયના પુત્રી પાર્વતી હતા,જે શંકર ભગવાનની પત્ની કહેવાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
અજબ પવિત્ર શક્તિશાળી દેહ લીધા,જે ૐ નમઃ શિવાયથી પુંજાય
સાથે બમ બમ ભોલે મહાદેવ,અને પાર્વતી પતિ મહાદેવથીય પુંજાય
પરિવારમા બીજા પુત્ર કાર્તિકેય જન્મ્યા,પુત્રી અશોકસુંદરી જન્મીજાય
ભારતમાં પરમાત્માએ પવિત્રદેહ લીધા,જે શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
....હિંદુધર્મમાં અનેક પવિત્ર નામથી ઓળખાય,એ પવિત્રકૃપા કરી જાય.
##########################################################
No comments yet.