June 9th 2021

. .માતાની કૃપા મળે
તાઃ૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાની પુંજાએ,ધુપદીપ પ્રગટાવી પ્રાર્થના કરાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહને,વંદન કરતાં માતાનીકૃપા દેહનેમળીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
સમયની સાથે ચાલતાદેહને ના ઉંમર અડે,કે નાદુશ્કર્મનો સંગાથ થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માની કૃપાએ હિંદુ ધર્મમાં,દેવ અને દેવીઓના દેહથી જન્મીજાય
શ્રધ્ધાએ વંદન કરતા પવિત્ર લક્ષ્મીમાતા,જીવનમાં સુખશાંંતિ આપીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પ્રેરણાએ જીવનમા કર્મ કરાય
જીવને મળેલ દેહને પ્રભુકૃપાએ પરિવાર મેળવાય,જે કુળઆગળ લઈજાય
કર્મનોસંબંધ છે જીવને ગતજન્મના દેહનો,એ જીવને જન્મમરણ દઈ જાય
ધરતીપર અનેકદેહથી જન્મ મેળવાય,મનુષ્ય દેહ એ પ્રભુની કૃપા કહેવાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
#################################################################
No comments yet.