June 9th 2021

. .આશિર્વાદ મળે
તાઃ૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માબાપનો સંબંધ સંતાનને,જે સમયની સાથે જીવને દેહ મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે પાવનરાહે જીવતા જન્મદઈજાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
શ્રધ્ધા રાખીને માબાપને વંદન કરે,એ સંતાનને પવિત્રકૃપા મળી જાય
જીવને દેહ મળે એ ગતજન્મના કર્મથીજ,જે દેહને સંબંધ આપી જાય
સમયને પારખી ચાલતા સંતાનને,માતાપિતાના આશિર્વાદ મળી જાય
પાવનકૃપા મળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
સંતાનને પવિત્રસંસ્કાર મળે આશિર્વાદથી,જે પાવનરાહ દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જે જીવને મળેલ દેહના કર્મથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની,પુંજા ઘરમાંકરતા નાકળીયુગ અડી જાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
==============================================================
No comments yet.