June 10th 2021

. .આંગળી ચીંધી
તાઃ૧૦/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે મળેલ જન્મને પ્રેરણા આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માની પરમકૃપા મળી,જયાં શ્રધ્ધાથી ભક્તિરાહ મળીજાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
ભારતનીભુમીને પવિત્રકરવા પાથરીગામમાં,જન્મલીધો જે પવિત્રજીવ કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરાવવાની પ્રેરણાકરી,શ્રધ્ધાસબુરીને સમજતા દેખાય
પરમાત્માની પાવન આંગળીચીંધી સાંઇએ,જે પવિત્રસંત સાંઇબાબા થઈજાય
માનવદેહને હિંદુમુસ્લીમનો સંબંધનાઅડે,એ શ્રધ્ધાસબુરીની પવિત્રરાહે દેખાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મ પર થઈ,જે પવિત્ર સંતના જીવથી જન્મ લઈ જાય
વિરપુરગામમાં ઠક્કર કુળમાં જન્મલીધો,જે હિંન્દુ ધર્મમાં જલારામથીઓળખાય
મળેલ માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે ભુખ્યાને ભોજનથી પ્રેરી જાય
ના કોઇજ અપેક્ષાથી ભોજન આપતા,પ્રભુનો પાવનકૃપાજ દેહને મળતી જાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
################################################################
No comments yet.