June 12th 2021

કળીયુગની કાતર

##પૃથ્વી - વિકિપીડિયા##

.         .કળીયુગની કાતર

તાઃ૧૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલદેહને સમયસાથે ચાલવુ પડે,નાકોઇજ જીવથી છટકાય
કુદરતની આ લીલા જગતપર,જ્યાં જીવના દેહને શ્રધ્ધાથી વંદન કરાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
અવનીપરના જીવના દેહને સમયની સાથે ચાલતા,પ્રભુની કૃપાથી બચાય
જગતપર મળેલદેહ ના કોઇની તાકાત છે,જે સમયની અસરથી છટકાય
પરમકૃપાનો સાગરવહે ધરતીપર,જ્યાં શ્રધ્ધાભાવનાથી ઘરમાં પુંજા કરાય 
પવિત્ર શાંંતિ મળે જીવનમાં,જે પરમાત્માની પવિત્રકૃપાએજ મળતી જાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
જીવને મળેદેહ એગતજન્મના થયેલકર્મ,એ જીવને આવનજાવન દઈ જાય
માનવદેહ એ કૃપાપ્રભુની,જે જીવને પશુપક્ષીપ્રાણીના દેહથી બચાવી જાય
મનુષ્યદેહને સમયની સાથે ચાલતા,મળેલદેહને ઉંમરથી સમય પસાર થાય
જે દેહને કળીયુગની કાતરથી બચાવે,એપ્રભુકૃપાએ મળેલજન્મ પવિત્ર થાય
....શ્રધ્ધાથી કરેલ ભક્તિ માનવદેહને જીવનમાં,કળીયુગની કાતરથી બચાવી જાય.
##################################################################


     

    

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment