June 13th 2021
###
###
. .ઉજવળ જીવન
તાઃ૧૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કલમપ્રેમીઓના પ્રેમથી પાવનરાહ મળે,જે કૃપાએ ઉજવળ જીવન આપી જાય
મળેલપ્રેમ જીવનમાં પવિત્ર કલમની કેડીનો,જે કલમની રચનાથી સમજાઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
આંગણી માગણી નાજીવનમાં રખાય,જ્યાં કલમપ્રેમીઓ સંગે માતાનીકૃપા થાય
સમયની સાથે ચાલતા પાવનરાહમળે,જે માતા સરસ્વતીની પરમકૃપા પણ થાય
મળેલ માનવ દેહના જીવને સંબધ ગતજન્મના કર્મનો,જે દેહ મળતાજ સમજાય
અવનીપરનુ આગમન એ દેહના કર્મનુ,જે ના કોઇજ જીવથી અવનીપર છટકાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
મળ્યો માતાનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે કલમની પવિત્રરાહેજ સમજાઈ જાય
આવી આંગણે કૃપા મળે મળેલદેહને,એ માતાનીજ કૃપાનો અનુભવ આપી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા દેહને રાહ મળે,જે મળેલ જન્મપાવન કરી જાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,એ જીવને મળેલદેહને પાવનરાહે લઈ જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળ્યો પ્રેમીઓનો,જે મગજપર કૃપા થતાજ દેખાઈ જાય.
===================================================================
No comments yet.