June 6th 2021

પરખ સમયની

Ram Navami: જાણો રામ નવમીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ– News18  Gujarati
.          .પરખ સમયની

તાઃ૬/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનો સંગાથ મળતો જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જે દેહને પવિત્રરાહેજ લઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
ના માગણી ના મોહમાયાનો સંબંધ દેહને,એ પ્રભુની કૃપાએ સમજાય
મળેલ દેહને સમયની પરખ થતા,ના કોઇજ ખોટી રાહે ચાલી જવાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જે મળૅલદેહના વર્તનથી સમજાઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
અજબકૄપા પ્રભુની અવનીપર,જે જીવને સમય સંગાથે દેહ આપી જાય
માનવદેહ એ ગતજન્મના કર્મથીજ મળે જીવને,જે સમયે સમજાઇ જાય 
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,શ્રધ્ધાભાવથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહપર પવિત્રકૃપા થતા,જન્મમરણનો સંબંધછુટતા મુક્તિ મળીજાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
===============================================================
 
   

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment