June 24th 2021
**
**
. .પવિત્રરાહ મળી
તાઃ૨૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહમળે અવનીપર,જે સમયસંગે દેહને કર્મનોસંગાથઆપીજાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ મળેલ દેહથી જીવને દેખાય
જગતપર મળેલ માનવદેહને સમજાય,જ્યાં પ્રભુનીપાવનકૃપા થઈજાય
જગતપર જીવને અનેકદેહથી સંબંધ છે,જે સમયે દેહમળતા સમજાય
કુદરતની આ લીલાજ જગતપર,ના કોઇજ દેહથી અવનીપર છટકાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહના કર્મથી,જે પવિત્રરાહ આપીજાય
જીવને મળેલ દેહપર પ્રભુની કૃપા થાય,એ શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે દેશપવિત્ર કરી જાય
મળેલદેહથી શ્રધ્ધા ભાવનાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પુંજનપણકરાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
==============================================================
No comments yet.