પવિત્ર કૃપાળુ માતા
**** . .પવિત્ર કૃપાળુ માતા
તાઃ૨૭/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મમાં દેહથી જન્મી જાય પાવનકૃપા એ માનવદેહ પર,એ પ્રભુએ લીધેલદેહ દેવદેવીઓથી પુંજાય ...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય. અનેકદેહથી જન્મલીધો ભગવાને,જેમાંપવિત્રદેવ અને દેવીથી ઓળખાય જીવને મળેલ માનવદેહ અનેકધર્મથી,પરમાત્માની શ્રધ્ધાથીપુંજા કરીજાય હિંદુધર્મમાં પ્રભુએ જન્મલીધો ભારતમાં,જે જીવના જન્મનેસફળ કરીજાય પવિત્ર સ્વરૂપ માતાના લીધાસમયે,એ હિંદુધર્મના અનેકમંદીરથી દેખાય ...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય. સમયની સાથે ચાલતા માનવદેહને,દેવ અને દેવીઓની કૃપા મળી જાય શ્રધ્ધાથી માતાના દેહને વંદન કરતા,માતાની પવિત્રકૃપા દેહથી મેળવાય પવિત્રશક્તિશાળી માતા દુર્ગાનો દેહલીધો,જે પવિત્રકર્મનીકેડી આપીજાય ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદનકરતા,પરમકૃપા માતાનીમળી જાય ...એ પવિત્રકૃપા હિંદુ ધર્મ પર,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય. ############################################################