June 14th 2021
###
###
. .ભોલે શિવશંકર
તાઃ૧૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્મા ભારતદેશમાં જન્મ્યા,જે ભોલે શિવશંકરથી પુંજાય
પવિત્રશક્તિશાળી શંકર ભગવાન,જે ભારતમાં પવિત્રગંગા વહાવીજાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
ભક્તોની પવિત્રભક્તિથી બમબમ ભોલે મહાદેવ હરથી વંદનકરી પુંજાય
પાવન પવિત્રકૃપા મળે ભોલેનાથની,જે જીવનમાં પવિત્રકર્મની રાહ મળે
શંકરભગવાન સંગે માતાપાર્વતીની કૃપા મળે,ના કોઇ તકલીફ મેળવાય
એ પવિત્રકૃપાળુ ભગવાનના દેહછે,જેમની ભક્તીકરતા સુખ આપી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
પવિત્ર પરિવાર શંકર ભગવાનનો,પ્રથમપુત્ર ભાગ્યવિધાતા શ્રીગણેશ થાય
જગતમાં શ્રીગણેશને વિધ્નવિનાયક પણ કહેવાય,બીજાપુત્ર કાર્તિકેય થાય
માબાપનો પવિત્રપ્રેમ જીવનમાં સંતાન પુત્રી અશોકસુંદરી જન્મ લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ ભગવાનથી જન્મલીધો,જે ધરતીપાવનકરી જાય
....પાવનરાહ મળે ભક્તોને,જે શ્રધ્ધાથી શિંવલીંગ પર દુઘ અર્ચના કરી જાય.
##############################################################
No comments yet.