June 14th 2021

. .માતાની પ્રેમાળકૃપા
તાઃ૧૪/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા સરસ્વતીપર શ્રધ્ધારાખીને કલમપકડતા,માતાની પ્રેમાળ કૃપા મળી જાય
પવિત્રરાહે કલમ ચાલતા કૃપાએ પવિત્ર રચનાથાય,જીવનમાં શાંંતિ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
સમયની સાથે ચાલતા માનવદેહને,ઉંમરનો સાથ મળે જે ભણતર આપી જાય
કલમથી જ પવિત્રરાહ મળે જીવનમાં,જે અનેક રચનાઓજ કલમથી થઈ જાય
સરસ્વતીમાતા જગતમાં મળેલદેહના મગજને,પવિત્ર કલમથી પ્રેરણાઆપી જાય
અનેક રચનાઓ માતાની કૃપાએ રચાય,જે જગતમાં વાંચકોને આનંદઆપીજાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
પવિત્રમાતાની શ્રધ્ધાથી પુંજાકરી વંદનકરતા,માતાના આશિર્વાદનો અનુભવ થાય
ના કોઇ જ માગણી જીવનમાં રહે કે,ના કોઇ અપેક્ષા સમય્ને પકડીને લઈ જાય
મળેલદેહને જીવનમાં માતાનીકૃપાએ,સંગીત,ગીત,કલાકારથી અનેક પ્રસંગ કરાય
એજ પ્રેમાળકૃપા છે વ્હાલા માતાસરસ્વતીની,જે સમયે સૌને આનંદ આપી જાય
....એ પરમકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,એ કલમપ્રેમી માતા સરસ્વતીથી ઓળખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.