June 18th 2021
**
**
. .કળીયુગની સાંકળ
તાઃ૧૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સમયે જન્મ મળે અવનીપર,જે અનેકદેહના આગમનથી દેખાય
મળે માનવદેહ જીવને એ પરમાત્માનીકૃપા,જે સમજણથી જીવાડી જાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
જીવનમાં દેહને કર્મનો સંબંધ અવનીપર,પવિત્રરાહે પ્રભુકૃપાએજ સમજાય
કળીયુગના સમયે મળેલદેહને અનેક તકલીફો,જે કર્મની રાહે પકડી જાય
જગતપર મોહમાયાની સાંકળ ફરે,જે દેહનાકર્મથી મળેલદેહને સ્પર્શી જાય
ના કોઇજ માનવદેહથી છટકાય,એ અવનીપર કુદરતની કેડી જ કહેવાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે સ્પર્શતાજ દેહ આપી જાય
નાકોઇજ જીવની તાકાત જગતપર,કે નાકોઇથી સમયથીદુર રહીને જીવાય
એ અદભુતલીલા અવનીપર સમયની,જે સતયુગ પછી કળીયુગ આવી જાય
મળેલદેહથી શ્રધ્ધા રાખી જીવનમાં,પરમાત્માની પવિત્રભક્તિ ઘરમાંજ કરાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
#############################################################
No comments yet.