August 15th 2021

પવિત્રપ્રેમની સાંકળ

##do-this-on-sunday-this-special-remedy-no-deficiency##
.         .પવિત્રપ્રેમની સાંકળ

તાઃ૧૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,અનેકકર્મની રાહ મળી જાય
કુદરતની આ લીલા છે ન્યારી અવનીપર,જે શ્રધ્ધાથી પવિત્રકર્મ કરાવી જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવનુ આગમનવિદાય અવનીપર દેહથી,જે સમયની સાંકળથી મળતી જાય
પાવનરાહે જીવન જીવવા જીવનમાં,પરમાત્માનાદેહને વંદનકરીને પુંજા કરાય
જન્મમરણનો સંબંધ જીવના મળેલદેહને,જે પ્રાણીપશુજાનવરથીય ઓળખાય
માનવદેહ એ જીવના ગતજન્મના,અવનીપરના થયેલકર્મથી દેહ મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
જીવને જન્મમળતા કર્મનોસંબંધ મળે,જે જીવનમાં અનેકસંબંધીઓથી મેળવાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતા,પ્રભુકૃપા થતા જીવને શ્રધ્ધાથી જીવનજીવાય
પરમાત્માપર શ્રધ્ધારાખવા પ્રેરણામળે,જે પવિત્રભુમી ભારતમાં જન્મથી મેળવાય
જગતમાં પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવીજાય
....એ મળેલદેહપર પરમાત્માના પવિત્રપ્રેમનીકૃપા,જે જીવને પવિત્રરાહે ચલાવી જાય.
##################################################################


 

August 14th 2021

પવિત્ર ભુમી ભારત

***સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત | India News in Gujarati***

.                    .પવિત્ર ભુમી ભારત 

તાઃ૧૫/૮/૨૦૨૧    (સ્વાતંત્ર દીવસ)    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પવિત્ર ભુમી ભારત છે,જેને જગતમાં વંદે માતરમ કહેવાય 
ભારતદેશનો આજે ૭૫મો સ્વાતંત્રદીવસ,દુનીયામા પ્રેમથીવંદનકરાય
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
જનગણમન અધિનાયક જયહે,ભારતભાગ્ય વિધાતા શ્રધ્ધાએ ગાઈ જાય 
પવિત્રદેશને સ્વાતંત્ર દીવસે સલામ કરી,જગતમાં પવિત્રદેશ એકરી જાય 
પવિત્રભારતમાતાના સંતાન જગતમાં,દેશની પવિત્રકર્મે શાન વધારી જાય 
ભારતની ભુમીને પરમાત્માએ અનેકદેહલઈ,મળેલદેહપર પરમકૃપાથઈજાય 
.....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય. 
ભારતના સ્વાતંત્રદીવસે પ્રદીપથી,ધ્વજવંદન કરી મેરા ભારતમહાન કહેવાય 
જગતમાં પવિત્રદેશને પરમાત્માની કૃપા મળી,જે દેશવાસીઓપર કૄપા થાય 
માનવદેહને પાવનરાહ મળે,જે જીવને ભારતમાં જન્મમળતા અનુભવ થાય 
સ્વાતંત્ર દીવસે ધ્વજને સલામકરી,જનગણ મન અધી નાયક જયહે બોલાય
 .....દુનીયામાં રહેતા ભારતીઓ સ્વાતંત્રદીવસે,દેશના ધ્વજને સલામ કરી જાય.
############################################################## 
         ભારતદેશના સ્વાતંત્રદીવસને અમેરીકા આવેલા ભારતીયો દેશના ધ્વજને
 વંદન કરી ૭૫મા સ્વાતંત્રદીવસે દેશની શાન વધારી જાય. 
       લી.પ્રદીપના વંદન. તાઃ૧૫મી ઓગસ્ટ ૨૦૨૧  (સ્વાતંત્ર દીવસ)
##############################################################
August 14th 2021

પવિત્ર ભક્ત કહેવાય

**રઘુનંદન (શ્રી રામ) પ્રિય ભક્ત શ્રી હનુમાનજી – Jain Kranti | જૈન ક્રાંતિ**

.         .પવિત્ર ભક્ત કહેવાય

તાઃ૧૪/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

રામનામની માળા જપતા જીવનમાં,રામભક્ત હનુમાનની કૃપા થાય
શ્રીરામના એ લાડલા ભક્ત છે અવનીપર,અનેકરાહે મદદ કરી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્રકૃપા માતાઅંજનીની સંતાનપર,સંગે પિતાપવનદેવનો કૃપા થાય
પરમાત્માના દેહ શ્રીરામને અનેક તકલીફથી,હવામાં ઉડીને મદદથાય
એહનુમાન શ્રીરામના લાડલા ભક્તથયા,જે સીતાને શોધીને બચાવાય
શ્રીરામ સંગે ભાઈ લક્ષ્મણને ઉડાવીને,એ લંકામાં લાવી બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
પવિત્ર દીવસ શનિવાર છે હિંદુધર્મમાં,એ દીવસે બજરંગબલીને પુંજાય
હનુમાનજીને વંદનકરતા ભક્તોથી,પ્રથમ શ્રીરામ ભક્ત મહાવીરકહેવાય
પ્રભુ શ્રીરામના પત્નિ સીતામાતાને બચાવવા,લંકાનુએ દહન કરી જાય
રાજારાવણને જીવનમાં અભિમાન મળ્યુ,શ્રીરામને હનુમાન બચાવી જાય
....હિંદુધર્મમાં પરમ શક્તિશાળી ભક્તથયા,જે રામને અનેકરાહે મળી જાય.
#############################################################
 
August 13th 2021

પવિત્રકૃપાળુ માસ

 ###Bhikhubhai Dalsaniya on Twitter: "સૌ સનાતની -શિવ ભર્ક્તો ને પવિત્ર શ્રાવણ માસ શુભારંભે ખૂબ ખૂબ શુભકામનાઓ .… "###
.          .પવિત્રકૃપાળુ માસ

તાઃ૧૩/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ભારતની ધરતીને પવિત્ર કરી જગતમાં,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થાય
પવિત્ર હિંદુધર્મ ભારતમાંછે,એ પવિત્ર શ્રાવણમાસમાં પ્રભુની કૃપામળી જાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
જીવને મળેલ જન્મથી દેહ મળે,જે સમયની સાથે લઈજાય એ અનુભવ થાય
હિંદુધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે ભારતથી આવેલ ભારતીયોથી મેળવાય
મળેલમાનવદેહને પરમાત્માએ આંગળીચીંધી,જે પવિત્ર શ્રાવણમાસથી મેળવાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેને ના બીજા કોઇ ધર્મથી માનવીથી દુર રખાય
....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
પવિત્ર શ્રધ્ધાળુભક્તો હિંદુ ધર્મમાં,જે પ્રભુના પવિત્રમંદીરમાં જઈ પુંજાકરીજાય 
દુનીયામાં ભારતની ધરતી પવિત્ર છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
મળેલદેહથી પવિત્રભક્તિની રાહઆપી,અંતે એ ભક્તોનાજીવને મુક્તિમળીજાય
પવિત્રકૃપા પરમાત્માની ભારતથી,એ જગતમાં ભારતીઓની પવિત્રપ્રેરણા થાય
 ....હિંદુધર્મમાં પવિત્રભક્તો છે ભારતના,જે જગતમાં કર્મકરીને જીવન જીવી જાય.
#################################################################

August 12th 2021

પ્રેમની જ્યોત પ્રગટી

******

.         .પ્રેમની જ્યોત પ્રગટી

તાઃ૧૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ      
  
જીવનમાં પ્રેમનીસાંકળ પકડવા માનવદેહને,કુદરતની પાવનરાહ પકડાય
જીવને મળેલ દેહને કર્મનો સંબંધ અવનીપર,જે સમયનીસાથે લઈ જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
જીવનમાં ધર્મઅનેકર્મને પવિત્રરાહે લઈ જતા,પવિત્રકર્મની કૃપા થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં નાકોઇ,અપેક્ષાકેઆશાઅડે એજકૃપા કહેવાય
શ્ર્ધ્ધારાખીને જીવનમાં પરમાત્માની પુંજાકરતા,કૃપાએ દેહને સુખમળીજાય
પરમાત્માના પ્રેમની જ્યોત પ્રગટતા,મળેલદેહના જીવનમાં કૃપા મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
અવનીપર સતયુગકળીયુગનો સંબંધસમયથી,જે જીવના મળેલદેહનેમળીજાય
દુનીયા પર ના કોઇની તાકાત છે,જે અવનીપર સમયથી છટકીને દુરજાય
પ્રભુકૃપાએ જીવને માનવદેહમળે,એજીવને પશુપક્ષીપ્રાણીજાનવરથી છટકાય
નાકોઇ તકલીફ આફત કે અપેક્ષા રહે,એજ પ્રભુનો પવિત્રપ્રેમ મળી જાય
...પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહ પર,જે દેહના જીવને મળતા સમજાય.
===============================================================
August 12th 2021

પવિત્ર વ્હાલા

***રાશિફળ ૨૪ ડિસેમ્બર : આજે આ ૫ રાશિઓને મળશે સાંઇબાબા નાં આશીર્વાદ, ધન  પ્રાપ્તિનાં બની રહ્યા છે યોગ - Antic Gujarati***
.           .પવિત્ર વ્હાલા

તાઃ૧૨/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર મળેલ માનવદેહમાં પવિત્ર વ્હાલા,સંત સાંઇબાબા જ કહેવાય
મળેલદેહને નિખાલસતાથી જીવન જીવતા,પરમાત્માનીજ કૃપા મળી જાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલ માનવદેહને પ્રેરણા કરી,જીવનમાં નાઆશા અપેક્ષા રખાય
અવનીપરનુ આગમન જીવનુ એદેહથી દેખાય,માનવદેહ એ પવિત્ર કહેવાય
પાર્થીવ ગામથી શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇજ જીવનમાં મદદ કરી જાય
મળેલદેહને જીવનમાં સમજઆપી,જેનાતજાતને છોડી શ્રધ્ધાસબુરીથી જીવાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
પવિત્ર પ્રેરણા કરવા શંકરભગવાને દેહલીધો,જે જગતમાં સાંઇબાબા કહેવાય
લીધેલ પવિત્રદેહને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા કૃપા મળતીજાય
માનવદેહને કર્મનોસંબંધ અવનીપર,જે બાબાની કૃપાએ શ્રધ્ધાસબુરી કહેવાય
મળેલદેહથી પરમાત્માની ધુપદીપથી પુંજાકરતા,બાબા આંગણૅ દર્શનઆપીજાય
....એવા પવિત્રવ્હાલા સાંઇબાબા છે,જે શેરડીગામથી પવિત્ર પ્રેરણા કરી જાય.
################################################################
August 12th 2021

પવિત્રમાસમાં કૃપા

જાણો શા માટે માતા પાર્વતીએ આપ્યો શિવ,વિષ્ણુ,નારદ,કાર્તિકેય અને રાવણ ને શ્રાપ - Gujarati Times
.          .પવિત્રમાસમાં કૃપા

તાઃ૧૨/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા મળે ભોલેનાથની મળેલદેહને,જ્યાં શ્રાવણ માસમાં પુંજન કરાય
શ્રધ્ધા રાખીને હિંદુધર્મના આ પવિત્રમાસમાં,મહામૃત્યુંજયમંત્રથી પુંજા થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
શ્રાવણ માસમાં આ મંત્ર ૐ ત્રયમ્‍બકં યજામહે। સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ ।
ઉર્વારૂકમિવ બન્‍ધનામ । મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત।જે દુધઅર્ચનાકરીને બોલાય
પવિત્ર પુજ્ય શંકર ભગવાન હિંદુધર્મમાં,અજબશક્તિશાળી દેવ પણ કહેવાય
પવિત્રમાસમાં શ્રધ્ધા રાખીને ધુપદીપકરી,ઘરમાં પુંજાકરી શ્રધ્ધાથી વંદન થાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
ભારતની ધરતીપર પવિત્ર ગંગાને વહાવી,જે જટાપરથી આગમન કરાવી જાય
પવિત્ર શંકર ભગવાન પરમકૃપાળુ ભક્તોપર,જ્યાં ૐનમઃશિવાયથી પુંજનથાય
પરમકૃપાળુ માતા પાર્વતી છે ભક્તોપર,જેમને ભક્તોથી ધુપદીપ કરીને પુંજાય
માનવદેહને જીવનમાં સંબંધકર્મનો,ભોલેનાથની પુંજાથી જીવને મુક્તિમળી જાય
...અદભુત પવિત્રમંત્ર શંકરભગવાનનો,સંગે માતાપાર્વતીની ભક્તોપર કૃપાથઈ જાય.
=================================================================
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

 

August 11th 2021

પવિત્ર માતાની કૃપા


.          .પવિત્ર માતાની કૃપા

તાઃ૧૧/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણ માસ છે,એ મહિનામાં શ્રધ્ધાથી ભક્તિપુંજા કરાય
પવિત્ર માસમાં હિંદુધર્મમાં મળેલ માનવદેહથી,પરમાત્માના દેહની પુંજા થાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જીવને માનવદેહ મળે એપરમાત્માની કૃપા,જે મળેલદેહને અનેકરાહે લઈજાય
કર્મનોસંબંધ જીવને જેદેહને જન્મમરણ આપીજાય,પ્રભુનીભક્તિ કૃપાકરી જાય
અનેકદેહથી પરમાત્માએ દેહલીધા.જે અવનીપર માનવદેહને સુખ આપીજાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપા માનવદેહપર,જે જીવનમાં અનંતઆનંદ મળી જાય
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા જન્મલઈ,માનવદેહને પ્રેરણાકરીજાય
જીવને મળેલદેહ એગતજન્મના કર્મથી મેળવાય,પ્રભુનીકૃપાએ મુક્તિ મળીજાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખમળી જાય
એ અદભુત કૃપાળુમાતા છે હિંદુ ધર્મમાં,જે જગતમાં ધનલક્ષ્મી માતાય કહેવાય  
....પરમપવિત્ર દેવ દેવીઓથી ભારતમાં જન્મલીધો પ્રભુએ,જે પવિત્ર ભુમી કરી જાય.
===================================================================

August 11th 2021

કૃપા કરી પધારો

**લક્ષ્મી માતાની આરતી | જય મહાકાળી માં !** 
.          .કૃપા કરી પધારો 

તાઃ૧૧/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમપવિત્ર કૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જ્યાં માતા ધનલક્ષ્મીથી શ્રધ્ધાએ પુંજાય
પવિત્રકૃપા કરી અમારે ઘેર પધારો શ્રી લક્ષ્મીમાતા,અમારુ જીવન પવિત્ર થાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
શ્રધ્ધા અને વિશ્વાસ પારખી મારાવ્હાલા લક્ષ્મીમાતા,ઘરમાં પ્રેમથીઆવી જાવ
જગતમાં ખુબજ પ્રેમાળ વિષ્ણુ ભગવાનના પત્નિ,એ અમારામાતાજી કહેવાય
આંગણે આવો માતાજી અમારી શ્રધ્ધા પારખી,મળેલદેહ પર કૃપાજ કરીજાવ
માનવદેહના જીવનમાં ધનની પવિત્રકૃપા થાય,જે માતાની પવિત્રકૃપા કહેવાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
જગતમાં ભારતથી હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો,જેમની પવિત્રભાવનાથી જીવનમાં પુંજા કરાય 
મળેલ માનવદેહથી જીવનમાં ભક્તિકરતા,પ્રભુની કૃપાએ જીવને મુક્તિમળીજાય
જીવનમાં પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની,જે મળેલદેહને તનમનધન આપી જાય
.....ધુપદીપથી લક્ષ્મીમાતાનુ પુંજન કરી,આગણે આવી વંદનકરી આગમન કરાય.
#################################################################
 
 

August 10th 2021

પવિત્ર ચંંદ્રદેવ

 ++Ashadh Purnima on 23 July, with the importance of worshiping Shiva Parvati along with Guru Puja on this date | 23 જુલાઈએ અષાઢ પૂર્ણિમાઃ આ તિથિએ ગુરુ પૂજા સાથે શિવ-પાર્વતીની ઉપાસનાનું પણ++
.           .પવિત્ર ચંદ્રદેવ

તાઃ૧૦/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ
    
જગતમાં પવિત્ર કૃપાળુ પરમાત્માનો પ્રેમ,જે સવારમાં સુર્યદેવ કહેવાય
મળેલ માનવદેહને અવનીપર પવિત્ર ચંંદ્રદેવ,સમયે રાત્રીને પ્રેરતા જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાએ,ગતજન્મના કર્મથી મળીજાય 
પરમકૃપાળુ સુર્યદેવ છે અવનીપર,જે જગતપર સવારસાંજ આપી જાય
સમયે સાંજ પડતા અંધારુ થઈ જાય,રાત્રિ પડતા ચંદ્રદેવ પધારી જાય
પવિત્ર કૃપાએ દીવસે સુર્યદેવના દર્શન થાય,રાત્રે ચંંદ્રદેવના દર્શન થાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
અદભુતકૃપા સુર્યદેવ અને ચંદ્રદેવની છે,જે માનવદેહપર કૃપા કરી જાય
સવારસાંજ અને રાત્રિએ અબજો વર્ષોથી,અવનીપર દર્શન આપી જાય
કૃપાળુ દેવ છે જગતમાં,જે નિખાલસપ્રેમથી જીવનાદેહને જીવન દઈજાય
એ કુદરતનીલીલા કહેવાય અવનીપર,જે જીવોને પવિત્રકર્મ કરાવી જાય
....અદભુત કૃપાળુ પરમાત્માએ લીધેલાદેહ,જગતમાં ભારતને પવિત્ર કરી જાય.
##############################################################
« Previous PageNext Page »